ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ફરી એક વખત ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. પૈસા કમાવાની લાલચમાં યુવક ડ્રગ્સના વેચાણના રવાડે ચડ્યો હતો. જે દિવસમાં સ્મશાન ગૃહમાં નોકરી કરે અને રાત્રીના ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કોણ છે આ યુવક જે ડ્રગ્સની બદીમાં સપડાયો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપી યુવક આ રીતે ડ્રગ્સનો જથ્થો લાવીને વેચતો?
ડ્રગ્સના નશાના રવાડે યુવાવર્ગ ચડી ગયો છે. એવી જ રીતે ડ્રગ્સના કાળા કારોબારમાં યુવાવર્ગ જોવા મળી રહ્યો છે. ઘટના છે શહેરના અમદાવાદમાં રહેતો અને એલિસબ્રિજ વિસ્તારમાં રહેતો કરણ ચૌહાણ 24 વર્ષની ઉંમરે ડ્રગ્સના વેચાણના રવાડે ચડ્યો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે સરખેજ રોડ નજીક એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે પસાર થઈ રહ્યો છે. જેના આધારે કરણ ચૌહાણની 96 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે જેની કિંમત 96 લાખના જથ્થા સાથે ધરપકડ કરી છે. આરોપી કરણ ડ્રગ્સનો જથ્થો વોન્ટેડ આરોપી સાબીર હુસેન ઉર્ફે ગોટુ શેખ એલિસબ્રિજ માં રહે છે. જેની પાસેથી આ જથ્થો લાવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી યુવક આ રીતે ડ્રગ્સનો જથ્થો લાવી છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી રહ્યો છે.


નાની પડીકીઓ બનાવી શહેરના અલગ વિસ્તારોમાં વેચતો!
પકડાયેલ આરોપી કરણ ચૌહાણની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે છેલ્લા છ મહિનામાં આઠથી વધુ વખત સાબીર હુસેન ઉર્ફે ગોટું શેખ નામના ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સનો જથ્થો ખરીદ્યો હતો. જે જથ્થો આરોપી કરણ નાની નાની પડીકી બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના દરમિયાન છૂટક વેચાણ કરતો હતો.


સ્મશાન ગૃહમાં નોકરી કરતો અને રાત્રે ડ્રગ્સનું વેચાણ
પોલીસ તપાસમાં આરોપી કરણ ચૌહાણ દિવસ દરમિયાન એલિસબ્રિજ સ્મશાન ગૃહમાં નોકરી કરતો હતો અને રાત્રીના સમયે ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી પૈસા કમાવાની લાલચમાં આ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું કબુલાત કર્યું છે.ત્યારે આ ડ્રગ્સના કાળા કારોબાર માં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.