Gujarat Government: ગુજરાતમાં સરકારી ભરતીને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં નાયબ સેક્શન અધિકારી સચિવાલયની 120 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરાઇ છે. તેમજ નાયબ સેક્શન અધિકારી GPSCની 7 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 7 દિવસ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ શહેરોમાં થશે જળબંબા


આ સિવાય આદિજાતિ વિકાસ કમિશનરની 26 જગ્યાઓ માટેની પણ ભરતી જાહેરાત કરાઇ છે. તેમજ મેડિકલની અલગ અલગ 13 કેડરમાં ભરતી કરવાની જાહેરાત કરાઈ છે. આ જગ્યાઓ માટે 15 જુલાઈથી 31 જુલાઈ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. 


બિપોરજોયને લઇ કૃષિ વિભાગે જાહેર કર્યું મોટું પેકેજ, આ બે જિલ્લાના ખેડૂતોને આનંદો!


શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. 


રૂવાડા ઉભા કરી દે તેવી આગાહી! આ જિલ્લાઓમાં થશે બારેમેઘ ખાંગા, ત્રીજો રાઉન્ડ ભૂક્કા