Gujarat Politics : ગુજરાતમાં રૂપાલા વર્સિસ રાજપૂત વોર હવે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. ચૂંટણી પ્રચારમાં જઈ રહેલા ભાજપના અન્ય નેતાઓને પણ હવે ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ પર ખરા ચૂંટણી ટાંણે મોટુ સંકટ આવી પડ્યું છે. આ સંકટને ટાળવા માટે ગુજરાત ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલ તો કરાઈ રહ્યુ છે. પરંતું તે પૂરતુ લાગતુ નથી. ત્યારે હવે ક્ષત્રિયોને મનાવવા રૂપાલાએ ફરી વિનંતી કરી છે. જાહેર મંચ પરથી રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજને વિનંતી કરતા કહ્યું કે, મારી ભૂલ છે મોદી સામે આક્રોશ શા માટે? સમજણનો નવો સેતુબંધ બાંધવા પ્રયાસ કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી ૨૦૨૪ અનુસંધાને ૧૦ રાજકોટ લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ૭૨ - જસદણ-વિંછીયા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ગઈકાલે ઉદ્ઘાટન કરાયું. ત્યારે આ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજને વિવાદ પૂરો કરવા માટે અપીલ કીર હીત. 
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ સંબોધનમાં કહ્યું કે, ભૂલ મારી છે, તો મોદીજીનો વિરોધ કેમ? ક્ષત્રિય સમાજની સમજદારી માટે વંદન કરું છું, એમને ધન્યવાદ આપું છું. મારી ભૂલ છે મેં સ્વીકારી છે. ક્ષત્રિય સમાજની સામે જઈને મેં માફી માગી લીધી છે.ક્ષત્રિય સમાજે મને પ્રતિસાદ પણ આપ્યો છે. તેથી ક્ષત્રિય સમાજના આગેવાનોને મારી વિનંતી છે. સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુ બાંધવાનો પ્રયાસ કરીએ. 


ગુજરાતના 16 થી વધુ જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી, જોરદાર પવન પણ ફૂંકાશે


પુરુષોત્તમ રૂપાલાએ વિનંતી સાથે જણાવ્યું હતું કે, મારી ભૂલના કારણે મોદી સાહેબ સામે રોષ ન થવો જોઈએ. મોદી સાહેબની વિકાસયાત્રામાં અનેક ક્ષત્રિય જોડાયેલા છે. ક્ષત્રિય સમાજે રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે. સમજણનો નવો સેતુબંધ બાંધવા આપણે સૌ પ્રયાસ કર્યો. રાજકારણ કે હારજીત માટે નહીં પરંતુ સમાજ જીવનનો આ પ્રશ્ન છે માટે આ પ્રશ્ન રાજકારણથી દૂર રાખી ક્ષત્રિય સમાજ કોશિશ કરશે તેવી વિનંતી છે. સાથે જ તેમણે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, 7મી તારીખે સવારે 10 વાગ્યે મતદાન પુરું થઈ જાય એ પ્રમાણે બધા કાર્યકરો કામે લાગી જાય.


રૂપાલાના નિવેદનને લગભગ એક મહિના જેટલો સમય વીતી ગયો છે. અનેકવાર માફી માંગવા છતા રાજપૂત સમાજ પોતાની માંગ પર અડગ છે. ત્યારે ભાજપને રૂપાલાની ટિકિટ પરત ન ખેંચતા ક્ષત્રિયોએ હવે ભાજપ વિરોધી મતદાન કરવા આહવાન કર્યું છે. 


લિફ્ટથી સાવધાન, સુરતમાં લિફ્ટ પડતા 4 ના હાડકાં તૂટ્યા, જામનગરમાં ફસાયેલા સગીરનું મોત