પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના ઉધનામાં દોઢ મહિનાની બાળકીનું તાવ આવ્યા બાદ મોત નિપજ્યું છે. ખત્રી નગરમાં રહેતા વિશાલ ભાલેરાવની દીકરીને તાવ આવતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બાળકીને સારવાર મળે તે પહેલાં જ તબીબએ મૃતક જાહેર કર્યા હતા. બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક તાવ, ઝાડા થયા બાદ બાળકીનું મોત નીપજતા પરિવાર શોક મગ્ન થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલાના વ્હારે આવ્યો રાજવી પરિવાર! અપાવી રાજા પૃથ્વીરાજ સિંહના આ કિસ્સાની યાદ


સુરતમાં રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ઉધના તાવ આવ્યા બાદ દોઢ મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. મૂળ જલગાંવનાં વતની વિશાલ ભાલેરાવ ઉધના ખત્રી નગરમાં રહેતી સવિતા નામની યુવતી સાથે લગ્ન થતાં હતા. તેમના પરિવારમાં દીકરીનો જન્મ થતા પરિવાર ખુશખુશાલ થઈ ગયું હતું.


'એક બાજુ જન શક્તિ છે, તો બીજી બાજુ ધન શક્તિ છે, તમે મારુ મતનું મામેરું ભરજો'


આજ રોજ વહેલી સવારે બાળકીને અચાનક તાવ આવ્યા બાદ ઝાડા થતા દોઢ મહીનાની બાળકીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. પરંતુ બાળકીને સારવાર મળે તે પહેલા જ તબીબે બાળકીને મૃતક જાહેર કરી હતી. ઘટનાની જાણ ઉધના પોલીસ થતા સ્થળે આવી પહોંચી હતી.પોલીસે બાળકીનાં મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોત નું સાચી કારણ બહાર આવશે. 


ગોળ ગધેડાનો મેળો ગુજરાતભરમાં પ્રખ્યાત; મનપસંદ યુવતીને પામવા યુવકો બને છે 'ગધેડો'