Amreli Borewell Accident: સમગ્ર દેશમાં ખુલ્લા બોરવેલમાં બાળકો ફસાઈ જવાની અનેક ઘટનાઓ બને છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કડક માર્ગદર્શિકા હોવા છતાં ખુલ્લા બોરવેલ છોડી દેનારા લોકો સામે કાર્યવાહી કેમ થતી નથી? ગુજરાતમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે, ત્યાં વધુ એક ઘટના અમરેલીમાં બની છે. શું છે આ ઘટના?


  • ફરી એકવાર સામે આવી ગંભીર બેદરકારી 

  • અમરેલી સુરગપરા ગામમાં બાળકી ફસાઈ

  • ખુલ્લા બોરવેલમાં 50 ફુટ નીચે બાળકી ફસાઈ

  • દોઢ વર્ષની બાળકીને બચાવવા રેસક્યુ ઓપરેશન 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ખુલ્લા બોરવેલમાં બાળકો બોરવેલમાં ફસાઈ જવાની વારંવાર ઘટનાઓ બની રહી છે. તેમ છતાં પણ ખુલ્લા બોરવેલ છોડનારા લોકો સામે કોઈ જ કાર્યવાહી થતી નથી. કાર્યવાહી ન થતી હોવાને કારણે જ અવાર નવાર માસુમે મોત અને જિંદગ વચ્ચે જંગ ખેલવો પડે છે. ઘણા કિસ્સામાં ફસાયેલું બાળક મોતને પણ ભેટે છે. તો કેટલાક કિસ્સામાં રેસક્યુ ઓપરેશન સફળ થાય છે. ફરી એક ઘટના અમરેલીના સુરગપરા ગામમાં બની છે. જ્યાં ખેતરમાં ખુલ્લા બોરવેલમાં દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં પડી ગઈ. આરોહી નામની આ બાળકીને બચાવવા માટે હાલ યુદ્ધના ધોરણે રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 


  • આરોહીને બચાવવા ઓપરેશન 

  • દોઢ વર્ષની આરોહી બોરવેલમાં ફસાઈ

  • 50 ફૂટ નીચે ફસાઈ છે નાનકડી બાળકી 

  • યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રેસક્યુ ઓપરેશન 

  • કેમ વારંવાર બને છે આવી ઘટનાઓ?

  • નિયમનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી ક્યારે?


બોરબેલમાં ઓક્સિજન અને કેમેરો ઉતારવામાં આવ્યો છે, બાળકી પર નજર રાખવામાં આવી રહી છે. જો કે બાળકે બોરવેલમાં 50 ફુટ નીચે ફસાઈ હોવાની માહિતી છે. NDRF, ફાયર સહિતની ટીમો હાલ કામગીરી કરી રહી છે. તો બાળકીના માતા-પિતાના અત્યારે હાલ બેહાલ છે. માતાના આંસુ રોકાતા નથી, પિતા પોતાની લાડકીને લઈ સ્તબ્ધ છે.


રોબોટની મદદથી બાળકીને બહાર કાઢવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ અહીં સવાલ એ ઉઠી રહ્યા છે કે કેમ વારંવાર આવી ઘટનાઓ બને છે? ખુલ્લા બોરવેલ રાખી શકાતા નથી. બોરવેલ બંધ થઈ ગયા બાદ તેનું પુરાણ કરી દેવાનું હોય છે. પરંતુ કોઈ જ કામગીરી કેમ થતી નથી?. અને તેના જ કારણે નાના બાળકો તેમાં પડી જવાની ઘટના બનતી રહે છે. થોડા વર્ષો પહેલા જામનગરના એક ગામમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં સવાલ એ છે કે નિયમ હોવા છતાં નિયમનું પાલન નહીં કરનારા લોકો સામે કાર્યવાહી કેમ થતી નથી? આવી ઘટનાઓમાં એક પણ વ્યક્તિ સામે કાર્યવાહી કરાઈ હોય તેવું જાણવા મળ્યું નથી.


  • ઉઠી રહ્યા છે આ સવાલ

  • કેમ વારંવાર આવી ઘટનાઓ બને છે?

  • ખુલ્લા બોરવેલ રાખી શકાતા નથી. પરંતુ કોઈ જ કામગીરી કેમ થતી નથી?

  • નિયમનું પાલન નહીં કરનારા લોકો સામે કાર્યવાહી કેમ થતી નથી?


બોરવેલમાં જ્યારે કોઈ બાળક ફસાઈ જાય ત્યારે તેના પર શું વિતતું હશે તેનો વિચાર કરવો જોઈએ. નાનકડું બાળક તેના માતા વગર એક પલ ન રહી શકે તે ખાધા-પીધા વગર અનેક કલાકો સુધી કેવી રીતે બોરવેલમાં રહી શકે? ખુલ્લા બોરવેલ રાખનારા લોકો સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી પડશે. ખાસ આવા લોકો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવી જોઈએ. તો જ અવાર નવાર બનતી આવી ઘટનાઓ અટકશે.