અમદાવાદ: રાજ્યમાં સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ સર્જાયો છે. તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. દિવસ દરમિયાન તાપમાનમાં 2થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઠંડા પવનોથી લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યાં છે. નૈઋત્વનું ચોમાસું કેરલમાં પહોંચી ગયા પછી સૌરાષ્ટ્રમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી ચાલુ થઈ છે. હવે રોજ સાંજના સમયે ક્યાંકને ક્યાંક વરસાદ વરસવાની ઘટનાઓ બનતી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે મોડી સાંજથી ફરી એકવાર અમરેલીમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અમરેલીમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધારી અને ખાંભા તાલુકામાં મેઘસવારી આવી પહોંચતા એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. પરંતુ આ ભારે વરસાદના કારણે કેરીના પાકને નુક્સાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. 

આજે ફરી બદલાઇ શકે છે મૌસમ, આ રાજ્યોમાં વાવાઝોડા અને હિમવર્ષાનું એલર્ટ


માત્ર સૌરાષ્ટ્ર જ નહી પણ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો નોંધાયો છે. 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થયા હતાં. તેમજ અનેક મકાનના છાપરા પણ ઉડી ગયા હતાં. સુરત શહેર અને ઉમરપાડામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરતના માંગરોળમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

FB-Whats APP જેવા સોશિયલ મીડિયા પર લાગ્યો TAX, દરરોજ આપવા પડશે 3.35 પૈસા! 


આ ઉપરાંત નવસારી, ભરૂચ, તાપી, વ્યારામાં પણ વરસાદ ખાબક્યો હતો. તો, અંકલેશ્વરમાં ભારે પવનના કારણે મધરાતે 293 ગામોમાં વીજળી ગૂલ થઈ જતાં અંધારપટ થવાયો હતો. બીજી તરફ નર્મદામાં તોફાની વાવાઝોડાએ કેર વર્તાવતા ખાનાખરાબી સર્જાઈ હતી.