ચેતન પટેલ/સુરત :દેશના વિવિધ 16 જેટલા રાજયોમાં આસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે લોભામણી સ્કીમો આપી ગરીબો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેનાર ટોળકી પૈકી એકને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ 167 લોકો પાસેથી 12 કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી રફુચક્કર થઇ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર : વૈભવી પરિવારનો નબીરો ગાંજા સાથે પકડાયો, કેમેરાને જોઈ મોઢું છુપાવવા લાગ્યો


પશ્રિમ બંગાળમા રહેતા વિકાસ છેત્રીએ વર્ષ 2013મા સુરત ક્રાઇમ બ્રાન્ચમા આસ્થા ગ્રુપ ઓફ કંપનીઝના 16 ડાયરેકટરો વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. કંપનીના ડાયરેકટરો દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમા રહેતા ગરીબ લોકોને નિશાન બનાવાયા હતા. ઓછા રોકાણે બમણી રકમ મળશે તેવી લોભામણી સ્કીમોમા રોકાણ કરાવ્યુ હતુ. ડાયરેકટરોએ શરૂઆતના સમયમા તેઓને સારુ પેમેન્ટ ચૂકવ્યું હતું. જોકે બાદમા મોકો મળતાની સાથે જ કરોડો રૂપિયાની ઉચાપત કરીને કંપની બંધ કરી હતી અને ભાગી છૂટ્યા હતા. આ બનાવમાં 167 લોકોના 12 કરોડની માતબર રકમ લઇ ડાયરેકટરો ફરાર થઇ ગયા હતા. આટલુ ઓછું હોય તેમ કંપનીના નામે ખરીદ કરેલ મિલકતો પૈકી કેટલીક મિલકતો પોતાના નામે તથા સગા સંબધીના નામે કરી સગેવગે કરી દીધી હતી. ક્રાઇમબ્રાન્ચે આ બનાવમાં છ વર્ષ બાદ અર્જુન ચૌહાણ નામના આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. 


પત્રકાર ચિરાગ પટેલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને હાથ લાગ્યો મહત્વનો પુરાવો


આ વિશએ ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું કે, આસ્થા ગ્રુપ ઓપ કંપનીઝ વિરુધ્ધ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમા 17 જુદી જુદી ફરિયાદો નોંધાઈ છે. હાલ આરોપીઓ પૈકી એક જ આરોપી ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યો છે. હવે જોવાનું એ રહ્યુ કે પોલીસ બાકીના આરોપીઓ સુધી ક્યારે પહોંચે છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV