અલ્કેશ રાવ, બનાસકાંઠા: રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો આવી ગયો છે. જો કે તેની આગાહી અગાઉ કરવામાં આવી હતી. બનાસકાંઠા, અમરેલી અને ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ બાજુ બનાસકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવી ગયો છે. ધાનેરા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદે જો કે ખેડૂતોની ચિંતા વધારી છે. પાલનપુરના ચિત્રાસણી નજીક ભારે પવન ફૂંકાયો. આ વાવાઝોડાના કારણે ઝૂંપડું તૂટતા એક જણના મોતના અહેવાલ છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ પાલનપુરના ચિત્રાસણી નજીક ભારે પવન ફૂંકાયો જેના કારણે ઝૂપડું તૂટતા એક વ્યક્તિનું મોત નિપજ્યું અને 5 લોકો ઘાયલ થયા. વાવાઝોડાથી બચવા ઝૂંપડામાં બેઠા હતાં અને તે દરમિયાન ઝૂંપડા પર લીમડાનું ઝાડ પડ્યું. રેલવે કોરિડોરમાં કામ કરતા મજૂરનું મોત થયું છે. ઘાયલોને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અન્ય એક ઘટનામાં વડગામ તાલુકાના છનીયાણા ગામે પણ મકાન પર ઝાડ તૂટી પડ્યું હતું. મકાનમાં રહેલા 6 લોકોનો આબાદ બચાવ થયો. મકાનના આગળના ભાગને ભારે નુકસાન થયું છે. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...