સાબરકાંઠામાં અકસ્માતે એક વ્યક્તિનું મોત અને અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત
સાબરકાઠામાં અલગ અલગ જગ્યાએ બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રાંતિજ પાસે ઇકો કાર ડ્રાઇવરે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇક સવારનું મોત નિપજ્યું જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
સમીર બલોચ, સાબરકાંઠા: સાબરકાઠામાં અલગ અલગ જગ્યાએ બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રાંતિજ પાસે ઇકો કાર ડ્રાઇવરે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇક સવારનું મોત નિપજ્યું જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. તો બીજીબાજુ મોડી રાત્રે ખેડબ્રહ્મા નગર પાલિકાના ચીફ ઓફિસરની ગાડીએ રોડ ક્રોસ કરતી વખતે બે મહિલાને અડફેટે લીધી હતી. જેમાં મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વધુમાં વાંચો: કચ્છમાંથી હિજરત કરીને આવતા માલધારીઓ માટે વ્યવસ્થા કરવા કલેક્ટરોને આદેશ
પ્રાંતિજના તાજપુરી કૂઇ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં પુરઝડપે હંકારતા ઇકો કાર ચાલેક બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેના કારણે બાઇક સવારો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેમાં એક બાઇક સવારનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. તો અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટના સર્જાતા ઇકો કાર ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.
શેરડીના ભાવો નક્કી થયા બાદ પણ ખેડૂતોમાં વિરોધ, ભાવ પત્રકની કરી હોળી
[[{"fid":"208642","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
તો બીજી બાજુ સાબરકાઠામાં એક કારે બે મહિલાઓને અડફેટે લીધાની ઘટના સામે આવી છે. આ ઘટના મોડી રાતની છે. જેમાં ખેડબ્રહ્મા નગર પાલિકાની ચીફ ઓફિસરની ગાડીના ડ્રાઇવેર કાબુ ગુમાવતા રોડ ક્રોસ કરતી બે મહિલાઓને ટક્કર મારી હતી. જેના કારણે બંને મહિલાઓ રોડ ફંગોળાઇ ગઇ હતી. જેમાં બંને મહિલાઓને ગંભીર ઇજા પહોંચી હતી અને આ બંને મહિલાને સરાવરા અર્થે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો આ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.