અર્પણ કાયદાવાલા, અમદાવાદ: શહેરના નહેરૂ બ્રિજ પાસે આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આગથી બચાવ એક વ્યક્તિએ બિલ્ડિંગ પરથી નીચે પડતું મુકતા તેનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યકિતને ગંભીર ઈજા પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- માત્ર 6 મહિનાની દીકરીને સાસુ પાસે મુકીને કોરોનાના દર્દીઓની સેવામાં બિઝી રહે છે ડૉ. ક્રતિ


પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નહેરુબ્રીજ પાસે આવેલી સાકાર-7 બિલ્ડિંગમાં બપોરના સમયે આગ લાગતા લોકોએ આગથી બચાવ માટે નાસભાગ કરી મુકી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.


આ પણ વાંચો:- શું અમદાવાદના મેયર બીજલ પટેલને માસ્ક ન પહેરવા માટે દંડ થશે ખરો?


બિલ્ડિંગના ભોંયરામાં આવેલી હેવી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગની 3 ગાડીઓ હાલમાં ઘટના સ્થળ પર છે. બિલ્ડિંગના બીજા અને ચોથા માળે કેટલાક લોકો ફસાયા છે. જેમને હાઈડ્રોલિક ક્રેઇન દ્વારા બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.  ત્યારે આ ઘટનામાં પોતાનો જીવ બચાવવા એક વ્યક્તિએ બિલ્ડિંગ પરથી નીચે કૂદતા તેનું મોત નીપજ્યું છે. ફાયર વિભાગ દ્વારા હાલમાં રેસક્યું ઓપરેશન ચાલી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube