મોરબી : તાલુકાના ધરમપુર ગામે જૂની અદાવતનો ખાર રાખીને એક યુવાન પર 10 જેટલા લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા મારામારીનો કેસ હત્યામાં પલટાયો છે. મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મોરબીના ધરમપુર ગામે ભરત પરમાર નામના વ્યક્તિ પર ગામના જ લોકો દ્વારા લાકડી પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. બનાવમાં મૃતક ભરતભાઇના પત્ની મંજુબેન પરમાર તેના પતિ ભરતભાઇ સાથે માથાકુટ ચાલતી હોવાનો ખાર રાખીને જાદવભાઇ ભરવાડ, શલીયો ભરવાર, મૈલો કોળી, સંજય કોળી, બળીયો કોળી, શિવો કોળી અને બાબા કોળી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. 


આ હુમલામાં જગદીશ ભાઇ અને ભરતભાઇને માર મારતા તેને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ભરતભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર બંન્ને વ્યક્તિઓને નશાની હાલતમાં હોવાનું લાગી રહ્યું છે. મોરબી પોલીસે આ નવ ઇસમો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube