ડભોઇમાં બે ટ્રકો સામસામે અથડાતા એકનું મોત, ભારે જહેમત બાદ ત્રણને બહાર કાઢ્યા
ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકતા 1નું ઘટના સ્થળે મોત નુપજ્યું હતું. જ્યારે અન્ય ૩ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા વડોદરા ખાતે હોસ્પિટલ ખસેડાયા હતા.
ચિરાગ જોશી/વડોદરા: ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકતા 1નું ઘટના સ્થળે મોત નુપજ્યું હતું. જ્યારે અન્ય ૩ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા વડોદરા ખાતે હોસ્પિટલ ખસેડાયા હતા. પરતું મહત્વની વાત એ છે કે, બે ટ્રકો એટલી હદે ધડાકાભેર અથડાઇ હતી. મૃતકોને બહાર કાઢવામાં વડોદરા ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. ૩ કલાકની ભારે જેહમત બાદ ૩ વ્યક્તિ ઓને જીવિત બાહર કાઠવામાં સફળ મળી હતી.
એસપી સહિતનો પોલીસ કાફલો પોહચ્યો ઘટનાસ્થળે
મળતી માહિતી અનુસાર શુક્રવારે રાત્રિના 9-30 કલાકે વડોદરાના ડભોઇ તાલુકાના અંબાવ ગામના પાટીયા પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્રણ વ્યક્તિઓને ત્રણ કલાકની ભારે જહેમત બાદ હતા બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ અકસ્માત એટલી હદે ભયંકર હતો કે લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડતી હતી. એટલું જ નહીં આ બનાવની જાણ થતાં વડોદરા એસ.પી તરૂણ દુગ્ગલ તથા ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ડભોઇ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.