ઊમેશ પટેલ/વલસાડ :લગ્નોની સીઝનમાં વધુ એક અનોખા લગ્ન સામે આવ્યા છે. લિવ ઈનમાં રહેવુ લોકો નવા જમાનાનો ટ્રેન્ડ ગણે છે. પરંતુ આદિવાસી સમાજ વર્ષોથી લિવ ઈનની પ્રથા છે. આદિવાસી સમાજમાં લગ્ન કર્યા વિના જ પતિ-પત્ની તરીકે સાથે રહે છે. બા‌ળક થયા બાદ લગ્ન કરાતાં હોય છે. સમુહ લગ્નમાં પણ બાળકોના માતા-પિતા લગ્ન કરતાં હોય છે. બાળકોને સાથે રાખીને સમુહ લગ્નમાં ફેરા લેતાં હોવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધી બની ચુકયાં છે. પરંતુ કપરાડના નાનાપોંઢા ગામે જે કિસ્સો સામે આવ્યો તેને જોઈને તમે આદિવાસી પરંપરાની કેટલી આધુનિક છે તે કળી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાજ્યમાં લગ્નની સીઝન ચાલી રહી છે. કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે 9 મે ના રોજ યોજારના લગ્નની કંકોત્રી વાયરલ થઈ છે. હાલ આ લગ્નની ચર્ચા એટલા માટે છે, કંકોત્રીમાં એક વરની સામે બે કન્યાઓનું નામ લખવામાં આવ્યુ છે. એટલે કે, યુવક એક જ લગ્નમંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કરશે. પ્રકાશ ગાવિત નામના લગ્ન નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે થવાના છે. લગ્નની પત્રિકામાં એક વર અને બે વધુના નામ લખવામાં આવ્યા છે. આથી સમગ્ર રાજ્યમાં આ લગ્ન ચર્ચાનું કેન્દ્ર છે. 


 


આ પણ વાંચો : આવુ ચાલશે તો આખુ ગુજરાત વટલાઈ જશે, કચ્છના પશુપાલકને ધર્મપરિવર્તન કરવા મોટી લાલચ અપાઈ


તાલાલાની સવાર ભૂકંપથી થઈ, વહેલી સવારે 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો


GTU ના વિદ્યાર્થીઓની નોકરીની લ્હાણી થઈ, લાખોનું પેકેજ ઓફર કરાયું