Rajkot Game Zone Fire : રાજકોટના TRP આગકાંડની ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે.એક મહિનો છતાં પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો. ત્યારે ગુજરાત કોંગ્રેસે દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. આજે રાજકોટના અનેક વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો છે. બંધને પગલે શહેરમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. સોની બજાર અને ગુંદાવાડી બજાર બંધ પાળ્યો છે. તો ખાનગી સ્કૂલોએ પણ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો છે. તો રાજકોટમાં ચારેતરફ ‘TRP ગેમઝોન આગકાંડમાં આજે બંધ છે’ તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં આગકાંડને પગલે કોંગ્રેસનુ બંધનું એલાન કરાયું છે. જેમાં રાજકોટના વેપારીઓએ સ્વૈચ્છીક બંધને સમર્થન આપ્યું છે. યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, સોની બજાર પણ બંધ જોવા મળ્યા. તો ગુંદાવાડી બજાર અને જંકશન પ્લોટ સહિતના વિસ્તાર બંધ જોવા મળ્યા. NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ સ્કૂલ પણ બંધ કરાવી હતી. બંધને પગલે શહેરમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. 


અગ્નિ કાંડમાં ભોગ બનેલા પીડિત પરિવારની બહેને રડતા રડતા હૈયા વરાળ ઠાલવી. પીડિત પરિવારની અટકાયત થતા એક બહેને રડતા અવાજે આક્રોશ વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે, ગુજરાત સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. મારા ભાઈની અટકાયત કરી છે. અમે ન્યાય માટે લોકોને બંધ કરવા અપીલ કરી રહ્યા છીએ. રડતા રડતા કહ્યું આવી ગુજરાત સરકાર અમારે નથી જોઈતી. અમે સરકારથી નારાજ છીએ.


કુવૈતથી પરત ફરેલા પાટીદાર યુવકની આપવીતી : જેલમાં વિતાવેલા સાત દિવસ નરક જેવા લાગ્યા!