• મહેસાણામાં તાજેતરમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવ્યા

  • વરઘોડામાં કાજલ મહેરિયાના સૂર સાથે લોકો નાચતા જોવા મળ્યા


અલ્કેશ રાવ/બનાસકાંઠા :થરાદ તાલુકાના કેસર ગામે લગ્ન પ્રસંગે ભીડ એકઠી કરનાર લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કેસર ગામે નાગજીભાઈ નાઈએ પોતાના પુત્રને લગ્નમાં કાજલ મહેરિયાને બોલાવી રાસગરબાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી. ત્યારે થરાદ પોલીસે વરરાજા તેમજ તેના પિતા અને ગાયિકા કાજલ મહેરિયા (kajal maheriya) સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે કાજલ મહેરિયા સામે નોંધાયેલો આ બીજો ગુનો છે. બે દિવસ પહેલા કાજલ મહેરિયા સામે વીસનગર તાલુકામાં ફરિયાદ નોંધાઈ હતી.


આ પણ વાંચો : ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ, માઉન્ટ આબુમાં 1 ડિગ્રી તાપમાન પહોંચ્યું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસ પહેલા ગુનો દાખલ કર્યો 
લોકગાયક કાજલ મહેરીયાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવું ભારે પડ્યું હતું. મહેસાણાના વિસનગર તાલુકામાં લગ્ન પ્રસંગે ગીત ગાતો વીડિયો વાયરલ કર્યો હતો. કાજલ મહેરીયા સહિત 14 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેથી વિસનગર તાલુકા પોલીસ મથેક ફરિયાદ નોંધાઈ હતી. તમામ સામે કોરોનાની ગાઈડલાઇનના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ હતી. 


આ પણ વાંચો : જુનાગઢના દિવાન બનાવવાની પાકિસ્તાનની હરકતને લોકોએ મુંગેરીલાલ કે સપને ગણાવી


ઉલ્લેખનીય છે કે, મહેસાણામાં તાજેતરમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. વીસનગરના વાલમ ગામે લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગાઈડલાઈન મુજબ 100 લોકો સાથે લગ્ન પ્રસંગની મંજૂરી અપાઈ હોવા છતાં લગ્નમાં મોટી સંખ્યામાં લોકો નાચતા નજરે પડ્યા હતા. વરઘોડામાં કાજલ મહેરિયાના સૂર સાથે લોકો નાચતા જોવા મળ્યા હતા. મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. કાજલ મહેરિયાએ પોતાના સોશિયલ એકાઉન્ટમાં વરઘોડાનો લાઈવ વીડિયો શેર કર્યો હતો. ત્યારે કોરોનામાં લાલબત્તી સમાન આ કિસ્સાની ચર્ચા ચારેકોર થઈ હતી. કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર નિષ્ફળ ગયું હોય તેવી ચર્ચા ઉઠી હતી. 


આ પણ વાંચો : Trending: ‘તારક મહેતા’ જેવા ચશ્મા બનાવવા Gucci ને ભારે પડ્યું