હનિફ ખોખર/ જૂનાગઢ : તાજેતરમાં અમદાવાદમાંથી ૧૮ લાખની લાંચ લેતા ઝડપાયેલા જૂનાગઢ એસીબીના પીઆઈ ડી.ડી.ચાવડા સામે લાંચ માંગવાની વધુ એક ફરિયાદ જૂનાગઢ એસીબીએ નોંધી તપાસ રાજકોટ એકમને સોપી છે. એસીબીના લાંચિયા અધિકારી ડી. ડી. ચાવડાએ જુનાગઢના એક ડોક્ટર પાસેથી ૧૫ લાખની લાંચ માંગી હતી. થોડા દિવસ અગાઉ ૧૮ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા જૂનાગઢ એસીબીના પીઆઈ ડી.ડી.ચાવડા સામે જૂનાગઢના ડૉ જયચંદ્ર રતનપરાએ ફરિયાદ નોંધાવી છે. ડૉ જયચંદ્ર રતનપરા પાસેથી ઇન્સ્પેક્ટર ડી.ડી.ચાવડાએ 15 લાખની માંગણી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડમાં જ્વેલર્સનાં શોરૂમમાંથી 80 લાખની ચોરીથી ચકચાર
આ અંગે જૂનાગઢ એસીબીના મદદનીશ નિયામક બી.એલ.દેસાઇએ જણાવ્યું કે, શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલી નહેરુપાર્ક સોસાયટીમાં હોસ્પિટલ ધરાવતા એક તબીબ સામે એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ કરી હતી, કે આ ડોક્ટરએ રહેણાંક વિસ્તારમાં કોમર્શીયલ બાંધકામ કર્યું છે. જે અંગેની પીઆઈ ચાવડા તપાસ કરતા હતા, તેમણે ડોક્ટરણે વોટ્સઅપ કોલિંગ કરીને આ તપાસમાં તેઓ તોપના નાળચે બેઠા હોય અને ઉડાવીશ ત્યારે દરેકને અસર પડશે, તેવી ધમકી આપી. હોસ્પિટલના સંબંધિત કાગળો સાથે ઓફિસે હાજર થવા કહ્યું હતું. ડોક્ટર એસોસીએશન સાથે મળીને ફંડ એકત્ર કરીને ૧૫ લાખની લાંચની માંગણી કરી હતી. આ મુજબની તે ડોકટરે અમોને એસીબીએ ફરિયાદ કરતા આજે પીઆઈ ચાવડા સામે સતાનો દુરુપયોગ કરીને લાંચ માંગવા મામલે ગુન્હો દાખલ કર્યો છે. આ કેસની તપાસ રાજકોટ એસીબી પીઆઈ એચ.પી.દોશીને સોપવામાં આવી છે.


પ્રેમી યુગલ સાવધાન! હવે ભાગીને નહી થઇ શકે લગ્ન, કાયદામાં ફેરફારની માંગ સાથે આંદોલન
જૂનાગઢ એસીબીના મદદનીશ નિયામક બી.એલ.દેસાઇએ વધુમાં જણાવ્યું કે, ૧૮ લાખની લાંચમાં પકડાયેલ પીઆઈ ચાવડા પાંચ દિવસના રિમાન્ડ પર હતા. ચાવડા સામે એસીબીની તપાસ ચાલી રહી છે, ત્યારે તેને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને આણંદ એસીબીએ આજે તેમના પાંચ દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજુ કરતા તેણે જેલહવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો. હાલ તેનું જૂનાગઢ ખાતે આવેલું બેંકનું લોકર આગામી બે દીવસમાં ખોલીને અંદર શું છે તેની તપાસ કરવામાં આવશે. તેમજ તેના લક્ઝરીયસ રહેણાંક અંગે પણ તાપસ ચાલી રહી છે.
 


નવાવર્ષની ઉજવણી પહેલા વડોદરામાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
એસીબીમાં ફરિયાદ કરનાર જૂનાગઢના ડૉ જયચંદ્ર રતનપરાએ જણાવ્યું કે, તેની હોસ્પિટલ અંગે હાલ હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તે મામલે તેના સામે એસીબીમાં એક નાગરિકે અરજી કરતા પીઆઈ ચાવડાએ તેને ગત ૧૪ ઓક્ટોબરના દિવસે તેની ઓફિસમાં બોલાવ્યો હતો, અને ધમકી આપી કે, તેઓ પ્રેક્ટીકલ બનીને ૧૫ લાખ નહી આપે તો તેની પાસેના પુરાવા તે કોર્પોરેશનમાં રજુ કરીને તેની હોસ્પિટલ બંધ કરાવી દેશે. તેની સાથે અન્ય ૨૨ જેટલા તબીબો પણ જોડાયેલા છે. જેથી તેમની સાથે ગ્રુપ બનાવીને સૌ ફંડ એકત્ર કરીને તેને ૧૫ લાખ રૂપિયા આપવા પડશે. તે અંગેની વાતચીતનો ઓડિયો પુરાવો તેમણે એસીબીને આપ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube