Gujarat Congress : ચિરાગ પટેલ અને સીજે ચાવડા બાદ ગુજરાતના કોંગ્રેસના ગઢનો વધુ એક કાંગરો ખરવાની તૈયારી છે. કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જાય તેવા સંકેત દેખાઈ રહ્યાં છે. ત્યારે પક્ષપલટાના લિસ્ટમાં અંબરીશ ડેરનું નામ સામે આવ્યું છે. હાલ ચર્ચા વહેતી થઈ છે કે, પોતાના નજીકના લોકોને ભાજપમાં જોડાવા અંગે ૨ દિવસ પહેલા જાણકારી આપી છે. હાલ અંબરિશ ડેરના બંન્ને ફોન સ્વીચ ઓફ આવી રહી છે. 29 તારીખે મળેલી અમરેલી જિલ્લાની વિસ્તૃત કારોબારીમાં પણ તેઓ ગેરહાજર રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબરિશ ડેરનું નામ ફરી ચર્ચામાં
જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે છે, ત્યારે ત્યારે પક્ષપલટાની મોસમ ફુલબહારમાં ખીલે છે. આ દિવસોમા કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા ધરીને ભાજપમાં થાય છે. હજી પણ કેટલાક નેતા ભાજપમાં જવા માટે કૂદાકૂદ કરી રહ્યાં છે. એક તરફ કોંગ્રેસ હજી ઉમેદવારના નામ પર મંથન કરી રહી છે અને કોઈ સ્પષ્ટ નિર્ણય પર આવી નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરિશ ડેરનું નામ ફરી એકવાર ભાજપ માટે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડશે તેવી ચર્ચા વહેતી થઈ છે. કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા  'કેસરિયો' કરવાના મૂડમાં છે. આહીર સમાજના મોટા નેતા અંબરિશ ડેર ભાજપમાં જોડાશે. હજુ સુધી અંબરિશ ડેર  પત્તાં ખોલ્યા નથી. પરંતું હાલ અંબરિશ ડેરના બન્ને ફોન બંધ આવી રહ્યાં છે. તેમજ તેઓ 29 ફેબ્રુઆરીએ કોંગ્રેસની જિલ્લા કારોબારીમાં ગેરહાજર રહ્યા હતા. 


રિવાબાએ ગળે લાગીને પૂનમ માડમને શું કહ્યું, આ તસવીરોએ જામનગરના રાજકારણમાં ચર્ચા જગાવી 


પાટીલે ડેર માટે બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો 
સોમનાથમાં એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ સમયે પાટીલે કોંગ્રેસના નેતા અંબરિશ ડેરને જાહેર મંચ પરથી ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું. જાહેરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના નેતા અંબરિશ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપતાં રાજુલાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવુ સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું હતું. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું હતું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા આમે સાથે હતા, એટલે થોડીથોડી ભૂલ થઈ જાય છે.


રાજકારણના સૌથી મોટા સમાચાર : પ્રિયંકા ગાંધી ગુજરાતની આ બેઠક પરથી લડી શકે છે લોકસભા


પરંતુ પાટીલના આમંત્રણ અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે સ્પષ્ટતા કરી છે. તે સમયે અંબરિશ ડેરે કહ્યુ હતું કે, ભાજપ અધ્યક્ષે જે વાત કરી એ લાગણીથી હળવી શૈલીમાં કરાઈ હતી. હું લોકોને અપીલ કરુ છુ કે પાટીલજીની વાતને હળવી શૈલીમાં લે. જે લોકો ભુતકાળનાં કોંગ્રેસ છોડી ભાજપામાં જોડાયા તે પૈકી એક પણ નેતાનુ નામ જાહેર મંચ પરથી લેવાયુ નથી. ઘરવાપસીની કોઇ વાત નથી. હું કાંગ્રેસમાં જ છું. મને જે જવાબદારી સોંપી છે તે માટે હુ કાલે રાજસ્થાન પ્રચાર માટે જઈશ. જાહેર મંચ પરથી પાટીલજીએ કરેલ વાત અંગે કોંગ્રેસ નેતાઓનો અભિપ્રાય લઇ રહ્યો છું. સમય આવે જાહેર મંચ પરથી સ્પષ્ટતા પણ કરીશ. તેમણે મારો આદર સત્કાર કર્યો એ બદલ આભાર છે. જેટલી લાગણી મારા પ્રત્યે દાખવી એટલી લાગણી મારા રાજુલા માટે દાખવે.  


ભાજપની અંદર કી બાત : ગુજરાતના બે શહેર અને સૌરાષ્ટ્રની 4 બેઠકો પર ભાજપ સરપ્રાઈઝ આપશે