Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા છે. ગુજરાત પર બિપોરજોય જેવી જ બીજી મોટી આફત આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા તેની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યું છે. ભારત દ્વારા જ આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. દક્ષિણ પૂર્વ - દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર  બન્યું છે. તેથી દક્ષિણ પૂર્વ - દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી કે, આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત છે. જોકે સાથે જ અરેબિયન સમુદ્રમાં એક લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. 21 તારીખે આ લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે. દક્ષિણ પૂર્વ દક્ષીણ મધ્યમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. આ ડિપ્રેશન બાદમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. તેના બાદ આ સિસ્ટમ વાવાઝોડામાં તબદીલ થશે. જોકે હાલ લો પ્રેસર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે. સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ છે. આ દિવસોમાં રાજ્યમાં તાપમાન 34 થી 36 ડિગ્રી આસપાસ રહેશે. હાલ અમદાવાદમાં 35 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયુ છે. 


દશેરાએ નવી ગાડી ખરીદવાના હોય તો ખાસ જાણી લેજો : વાહનના રજિસ્ટ્રેશનનો આ નિયમ બદલાયો


તો હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિ વિશે જણાવ્યું કે, ગુજરાતમાં વાવાઝોડાની અસરને લઈને હાલ કહેવું વહેલું છે. પરંતુ લો પ્રેસર સિસ્ટમ પર અમારું સતત મોનીટરીંગ ચાલુ જ છે. 


હવામાન વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે, અરબ સાગરમાં સોમવારે રાતે એક દબાણ પેદા થઈ શકે છે. જે ચોમાસા બાદના ચક્રવાતમાં પરિણમી શકે છે. આવામાં હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે, અરબ સાગરના દક્ષિણ પૂર્વી ભાગોમાં ચક્રવાતી સ્થિતિ બની રહી છે. આગામી 72 કલાકમાં સમુદ્રના ચરમ દક્ષિણ મધ્ય ભાગોમાં સ્થળાંતરિત થઈ શકે છે. તેમજ નીચા દબાણના ક્ષેત્રમાં આકાર પામી શકે છે. જોકે, આ વાવાઝોડું શું અસર કરશે તેનો હજી અંદાજો લગાવી શકાયો નથી. 


બ્રેકિંગ ન્યૂઝ : લાખો ફિક્સ પે કર્મચારીઓ માટે મોટી ખુશખબર, સરકાર વધારશે પગાર