Heart Attack In Gujarat :  ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં 22 યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. ત્યારે હાર્ટએટેકથી વધુ એક મોત થયું છે. રાજકોટમાં એક લગ્નમાં દાંડિયા રાસ રમ્યા બાદ એક યુવકનું મોત નિપજ્યું છે. રાજકોટમાં એક લગ્ન પ્રસંગમાં રમ્યા બાદ યુવકને હાર્ટએટેક આવ્યો હતો, તેનુ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના અમિત ચૌહાણ નામના યુવકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્નના આગામી દિવસે ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો. દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા. થોડા સમય બાદ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બેભાન થયા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, અમિત ચૌહાણના મોતથી પરિવારમા માતમ છવાયો છે. 


વીજળીના બિલમાં તોતિંગ વધારો : ગુજરાત સરકારનો દાવો પોકળ નીકળ્યો, ગૂપચૂપ વધાર્યા ભાવ


કેમ આવે છે હાર્ટએટેક 
નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી એવા કિસ્સા સામે આવી રહ્યા હતા કે ચાલતા, નાચતા, ક્રિકેટ રમતા યુવકો ઢળી પડતા હતા. બાદમાં હાર્ટએટેકથી મોત થતા હોવાનું સામે આવતુ હતું. ત્યારે નિષ્ણાતોના મતે, શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ વિશે નિષ્ણાતોએ જમાવ્યું કે, પ્લેક એ ચરબીયુક્ત પદાર્થ છે, જે ધમનીની દિવાલોમાં ભેગો થાય છે. આ કારણે યુવાઓને હાર્ટ એટેક આવે છે. ધમનીમાં પ્લેકનું પ્રમાણ વધુ થાય તો ગણતરીની મિનિટોમાં તે 100 ટકા સુધી પહોંચી જાય છે. આવામાં જો વ્યક્તિ વધુ શ્રમ કરે, કસરત કે સ્પોર્ટસ એક્ટિવિટી કરે તો હાર્ટએટેકની સ્થિતિ ઉદભવે છે. 


કમોસમી વરસાદે ગોંડલના ખેડૂતોને કંગાળ કર્યાં, ઉનાળામાં વાવેલી ડુંગળી સડી ગઈ


છેલ્લા કેટલાક સમયથી કાર્ડિયોવેસ્ક્યૂલર રોગમાં વધારો થવાનું કારણ કોરોના પણ છે. નિષ્ણાતો કહે છે કે, રોગને લીધે ધમનીઓમાં બ્લોકેજને બદલે પ્લેક સર્જાય છે. જે વધુ ખતરનાક છે. પ્લેક શરીરમાં ધરાવનાર વ્યક્તિને ખબર જ નથી હોતી કે તેના શરીરમાં પ્લેક છે. આ પ્રકારની રોગની સ્થિતિવાળા યુવન દર્દીઓની સંખ્યા ગુજરાતમાં સતત વધી રહી છે. 


નિષ્ણાતો એમ પણ કહે છે કે, 40 વર્ષથી નીચેની વયના યુવાઓમાં આ સમસ્યા વધી રહી છે. પરંતુ આ સમસ્યા એકાએક આવતી નથી. તેની પાછળ ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, અનઈવન જીવનશૈલી કારણભૂત હોય છે. આ માટે 30 વર્ષ બાદ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા રહેવુ જોઈએ. જેથી તમને આવતા સંકટ વિશે ચેતી શકો છો. જ્યારે શરીરરમાં અનિયમિતતા અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવજો. 


જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ નથી મળ્યું મુસાફરી ભથ્થુ? હસમુખ પટેલે આપી આ માહિતી