AHMEDABAD માં રાજપથ ક્લબ નજીક વધારે એક ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ સેન્ટર શરૂ
શહેરમાં માં વધુ એક ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતી જઇ રહી છે. તેવામાં કોરોનાના ટેસ્ટિંગમાં સરકાર નિષ્ફળ સાબિત થઇ રહી હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. તેવામાં હવે ખાનગી કંપનીઓને બાગડોર સોંપી દેવામાં આવી છે.
અતુલ તિવારી/અમદાવાદ : શહેરમાં માં વધુ એક ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતી જઇ રહી છે. તેવામાં કોરોનાના ટેસ્ટિંગમાં સરકાર નિષ્ફળ સાબિત થઇ રહી હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. તેવામાં હવે ખાનગી કંપનીઓને બાગડોર સોંપી દેવામાં આવી છે.
આવતીકાલથી નવા પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ વોર્ડમાં ડ્રાઈવ થ્રુ RTPCR સેન્ટર થશે શરવામાં આવશે. રાજપથ રંગોલી રોડ પાસે આવેલા પાર્કિંગ પ્લોટમાં RTPCR ટેસ્ટ કરવા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગાડીમાં બેઠા બેઠા સરળતાથી અને ઝડપથી કોરોના ટેસ્ટ શહેરીજનો કરાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
RTPCR ટેસ્ટનો રિપોર્ટ વોટ્સએપના માધ્યમથી લોકોને પહોંચાડવામાં આવશે. ખાનગી લેબોરેટરી સુપ્રાટેક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વધારે એક ડ્રાઇવ થ્રુ RT PCR સેન્ટર શરૂ થઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, કોર્પોરેશને પોતે લગાવેલા ટેન્ટમાં બપોર સુધીમાં ટેસ્ટિંગ કિટ ખાલી થઇ જાય છે. આરટીપીસીઆર રિપોર્ટનાં કોઇ જ ઠેકાણા નથી. તેવામાં લોકો હવે ખાનગી લેબોરેટરીનાં ભરેસો રહેવા માટે મજબુર બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube