રાજકોટ : શહેરમાં ક્રાઇમબ્રાન્ચ દ્વારા સતત બીજા દિવસે બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બોગસ તબીબને માત્ર દસમું ધોરણ પાસ હોવાનું અનુમાન છે. રાજકોટમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. રાજકોટ ક્રાઇમબ્રાંચ દ્વારા સતત બીજા દિવસે બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે તેમણે જણાવ્યું કે, રાજકોટ શહેરના ચાંચડિયા ગામે સોમનાથ ક્લિનીક નામનું દવાખાનું ધનજી માવજીભાઇ સોરાણી નામની વ્યક્તિ ચલાતો હતો. જેની સામે કોઇ પણ જાતની તબીબી પ્રેક્ટિસ માટેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અ'વાદ: પ્રેમ સંબંધની પતિને ખબર ન પડે તે ડરથી પ્રેમી પર બળાત્કારનો આરોપ, હેલ્પ લાઇને સકારાત્મક ઉકેલ લાવ્યો

બીજી તરફ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા અલગ અલગ જાતની એલોપેથી દવા તથા મેડિકલ સાધનો તેમજ રોકડ રૂપિયા મળી કુલ 1830 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ ક્રાઇમબ્રાંચ ખાતે આઇપીસીની કલમ 419 તથા મેડીકલ પ્રેક્ટીશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ હાલ આરોપીની પુછપરછ શરૂ કરી છે કે, આખરે કેટલાક સમયથી કોઇ પણ પ્રકારની ડિગ્રી વગર તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો.


ધોરણ 3થી 8ની 30-31 ડિસેમ્બરે એકમ કસોટી, 6 જાન્યુઆરી સુધીમાં જમા કરાવવી પડશે ઉત્તરવહી

મંગળવારે રાજકોટ ક્રાઇમબ્રાંચે બિમાર વ્યક્તિઓનાં સ્વાસ્થય સાથે ચેડા કરવા તેમજ કોઇ પણ જાતની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરનારા બોગસ તબીબ લલિત દેસાણીની ધરપકડ કરી છે. આ સાથે જ મેડિકલ સાધનો, દવાઓ તેમજ રોકડ રકમ સહિત કુલ 6300 રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી કેર યથાવત્ત જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજકોટ શહેરમાં એક પછી એક મુન્નાભાઇઓ ઝડપાઇ રહ્યા છે. જો કે નાગરિકોએ આ બાબતે વધારે જાગૃત બને તે બાબત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube