PMO ના નામે ગુજરાતમાં કેટલા લોકો ચરી ખાય છે! વધુ એક નકલી ઓફિસર સામે ફરિયાદ થઈ
ગુજરાતના નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. એક પછી એક બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી રહ્યાં છે. ત્યારે વડોદરાથી વધુ એક મહાઠગ પકડાયો છે. જેણે નકલી પીએમઓ ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. PMOમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનાર મંયક તિવારી સામે સેન્ટ્રલ બ્ચુરો ઓફ ઈન્વેસ્ટિગશનની ટીમે ફરિયાદ નોંધી છે.
Vadodara News : ગુજરાતના નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. એક પછી એક બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી રહ્યાં છે. ત્યારે વડોદરાથી વધુ એક મહાઠગ પકડાયો છે. જેણે નકલી પીએમઓ ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. PMOમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનાર મંયક તિવારી સામે સેન્ટ્રલ બ્ચુરો ઓફ ઈન્વેસ્ટિગશનની ટીમે ફરિયાદ નોંધી છે.
નકલી પીએમઓ અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ કરનાર મયંક તિવારી સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધાઈ છે. સીબીઆઈએ આ મયંક તિવારીનું વધુ એક કારસ્તાન ઝડપી પાડ્યું છે. જેમાં તેણે પોતે પીએમઓ અધિકારી હોવાનું જણાવીને ડો. અગ્રવાલ આઈ હોસ્પિટલના એમ.ડી. ડોક્ટર અગ્રવાલને અન્ય એક હોસ્પિટલ સાથે ચાલતાં રૂ. 16.43 કરોડના વિવાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી આપી હતી. સીબીઆઈએ આ મામલે મયંક તિવારી પર કેસ નોંધી તપાસ હાથ ધરી છે. મયંક તિવારીએ આ મામલામાં પીએમઓના અધિકારી હોવાનો ખોટો રોફ ઝાડીને ડો. અગ્રવાલ આઈ હોસ્પિટલના એમ.ડી. ડો. અગ્રવાલને વિનાયક નેત્રાલયના ડો. પ્રણય સાથેના રૂ. 16.43 કરોડના વિવાદમાં સમાધાન કરી લેવાની ધમકી આપી હતી.
ગુજરાતના આ ગામના વખાણ કરો એટલા ઓછા : પાણી બચાવવા દરેક ઘરમાં લગાવ્યું જલ મીટર
મયંક તિવારીએ પીએમઓના નામે આંખના ડોક્ટરને 16 કરોડનુ લેણું ભૂલી જવા ધમકી આપી હતી. ત્યારે પીએમઓની સૂચનાથી જ સીબીઆઈએ વડોદરાના મયંક તિવારી સામે ગુનો નોંધ્યો છે.
મહાઠગ મયંક તિવારી પીએમઓ ઓફિસરની તરીકેની ખોટી ઓળખ આપીને લોકોને જાળમાં ફસાવતો હતો. તેણે વડોદરા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીના સંચાલકોને પણ પીએમઓના અધિકારીના ડાયરેક્ટર તરીકેની ઓળખ આપી હતી. તેમજ સરકારમાંથી રિસર્ચ પ્રોજેક્ટની મંજૂરી લાવવાની પણ વાત કરીને રૂપિયા પડાવ્યા હતા. આમ, મયંક તિવારીનો ભાંડો ફૂટ્યો હતો.
બાગેશ્વર બાબા તો અદભૂત છે! અંબાજીમાં માર્બલની ખાણોમાંથી કેવી રીતે પથ્થર નીકળે છે તે જોવા પહોંચ્યા