Gujarat Weather Forecast : ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત વરસાદના નવા રાઉન્ડથી થવાની છે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આજ માટે વરસાદની આગાહી કરી છે. આજે સવારમા વીજળી અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનુ આગમન થયું છે. આજે અમદાવાદ અને ગાંધીનગર હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી છે. તો વડોદરામાં આજે વડોદરામા ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમા પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદમાં અને અમરેલી ભારે વરસાદની આગાહી છે. ઉ.ગુજરાતમા બનાસકાંઠા વરસાદની આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી


  • આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને, બોટાદમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી 

  • અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ

  • જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી 

  • અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી


આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદથી શક્યતા છે. 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે. 


ગુજરાતમાં અહીં થાય છે ઢીંગલા-ઢીંગલીના અનોખા લગ્ન, જાન પણ આવે છે અને પીઠી પણ લાગે છે!


ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે
દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 


તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.  


Start Up માં આ રાજ્યએ ગુજરાતને પછાડ્યું, ગુજરાત સરકીને પાંચમા નંબર પર પહોચ્યું


અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે. 


ઓગસ્ટ મહિનો આકરો જશે 
તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં સિયર ઝોન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. 


ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યો