આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી : ઠંડી-ગરમી વચ્ચે આ દિવસોમાં વરસાદ ત્રાટકશે
Weather Update Today : આજથી રાજ્યમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી.. 30 જાન્યુઆરી સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પડશે માવઠું.. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં આવશે પરિવર્તન..
Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરી માવઠું પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી આવી છે. આગાહીકારે જણાવ્યું કે, આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે. ફ્રેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો, 8.9 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. કચ્છના નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે.
આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. તેમણે કહ્યું કે, 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ફેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે.
આ છે ડબલ મીનિંગવાળા 3 સુપરહીટ ગીત, જેને ખુલીને કોઈની સામે નહિ ગાઈ શકો, છતાં ફેમસ થયા
હિમવર્ષાનો રાઉન્ડ આવશે
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.
ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.
સમય પહેલા લોન ચૂકવવી યોગ્ય ગણાય કે નહિ? બહુ કામની આ સલાહ જાણી લેજો
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. હાલ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરપૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે. આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે.
90 સેકન્ડ માટે સ્ટોપ થઈ પૃથ્વીના મહાવિનાશની ઘડિયાળ, 2024 માં છે મોટો ખતરો