વડોદરા: ઓનલાઈનના જમાનામાં લોકોની જરૂરિયાત સાથે છેતરપિંડી પણ વધી રહી છે. સામાન્ય લોકો તો ઠીક પણ હવે વેપારીઓને પણ ભેજાબાજો પોતાની વાતોમાં ફસાવી ચૂનો ચોંટાડી રહ્યા છે. વડોદરાની જ્વેલર્સમાં આવા જ ભેજાબાજોએ કરી છે છેતરપિંડી. ચોંકાવનારી વાત તો એ છે કે આ ભેજાબાજો ઉચ્ચ ડિગ્રીધારક પણ નીકળ્યા છે. વડોદરા પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે અલગ અલગ દુકાનોમાં જઈ માલસામાન ખરીદી દુકાનદારોને છેતરી જાય છે. એવું નથી આ ભેજાબાજો ચાલાકીથી વસ્તુ સેરવી લે છે પણ અહીં તો આ ભેજાબાજ ખરીદી કરી પૈસા આપવા માટે ઓનલાઈન ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ઇન્સપેક્ટર પોતે જ મરગા શોધીને હનીટ્રેપનું સેટિંગ કરતો? ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો !


અને પેમેન્ટ કર્યાનો મેસેજ પણ કરે છે પણ અહીં તો આ મેસેજ જ નકલી નીકળે છે. શહેરની રાજ કમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાનમાં આ ભેજાબાજોએ મોબાઈલની આવી જ રીતે છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે. જેના સીસીટીવી વાયરલ થયા હતાં. જેમાં એક શખ્સે મોબાઈલ શોપમાંથી મોબાઈલ ખરીદ્યો હતો અને ઓનલાઈન એપ્લિકેશનથી રૂપિયાની ચૂકવણીનો મેસેજ પણ કર્યો હતો પણ બાદમાં માલૂમ પડ્યું કે કોઈ ચૂકવણુ થયુ નથી અને ગઠિયો મોબાઈલ લઈ રફૂચક્કર થઈ ગયો છે જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક પછી એક એમ ત્રણ ગઠિયાની ધરપકડ કરી હતી. 


આ ઝાડ નહી પણ પૈસાનું ઝાડ છે, જેના પાંદડે પાંદડે ઉગે છે 2000 ની નોટો


જ્વેલર્સમાં થયેલી છેતરપિંડીનો પણ ભેદ ઉકેલાયો 
આ ત્રણેય આરોપીઓની ધરપકડ સાથે વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારના સાંઈ જ્વેલર્સમાં સોનાની વીંટીની ઠગાઈનો પણ ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ જ્વેલર્સમાંથી સોનાની વીટી ખરીદી ગયા હતા અને 16 હજાર 700નું પેમેન્ટ કર્યાનો મેસજ કર્યો હતો પણ 
બાદમાં સોનીને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. 


પિતાને પુત્રીના સંસાર કરતા ઇજ્જ વ્હાલી લાગી, પ્રેમ લગ્ન કરનાર જમાઇ સાથે એવું કર્યું કે...


આરોપીઓની મોડસ ઓપરેન્ડી 
આરોપીઓ ખાસ મોડસ ઓપરેન્ડીથી અલગ અલગ દુકાનોને નિશાન બનાવતા હતા. દુકાનમાંથી મોંઘી વસ્તુની ખરીદી કરતા હતા અને બાદમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનો ડોળ કરી ખોટા મેસેજ મોકલતા હતાં. મોબાઈલ એપના ઉપયોગથી મેસેજ મળતો હતો અને તેમાં પેમેન્ટ થયાનું આવતા જ આરોપીઓ વસ્તુ લઈ નીકળી જતાં બીજી તરફ જ્યારે વેપારી બેંકની ડિટેઇલ ચકાસતો તો આવુ કોઈ જ પેમેન્ટ ન થયાનું જણાવતા છેતરપિંડી થયાનું માલુ પડતુ હતું. 


Gujarat Corona Update: નવા 252 કેસ, 425 દર્દી રિકવર થયા, 10 જિલ્લામાં એક પણ કેસ નહી


ઉચ્ચ ડિગ્રીધારક છે આરોપીઓ 
પોલીસે એક ફરિયાદ બાદ એક પછી એક અન્ય દુકાનોના સીસીટીવી પણ ચેક કરી અન્ય ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઠગ ટોળકીએ નામાંકિત યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેમ છતાં છેતરપિંડીના રવાડે ચઢ્યા છે એ ચોંકાવનારી વાત છે. હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડી કરી લીધેલો સામાન પણ રિકવર કર્યો છે. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી અન્ય કેટલી છેતરપિંડીને અંજામ આપ્યો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube