ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠું આવશે, જાણો શું કહે છે અંબાલાલની આગાહી
Ambalal Patel Prediction : ગુજરાતમાં હાડ થિજવતી ઠંડી કઈ તારખથી પડશે? હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું શું અનુમાન
Gujarat Weather Forecast : આખો ડિસેમ્બર મહિનો માવઠાનો મહિનો હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે ગુજરાતમાં ફરી એક વખત આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની આગાહી છે. આવતા અઠવાડિયાએ ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદ દસ્તક આપશે. અંબાલાલ પટેલે 15થી 20 ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું થશે અને હાડ થીજવતી ઠંડી પડશે. 12 ડિસેમ્બર પછી ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનશે. જેના લીધે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. અલ નિનોની અસરના લીધે એક પછી એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 12 અને 13 ડિસેમ્બરે કાતિલ ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે. ત્યારે હવે કહી શકાય છે કે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીના દિવસો આવશે.
હવે વિદેશ જવા ગુજરાતીઓને ફાંફા પડશે, UK અને Canada એ નિયમોમાં કર્યા મોટા બદલાવ
રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનુ જોર વધી રહ્યું છે. રાજ્યના 14 શહેરોમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. સિઝનમાં પ્રથમવાર ઠંડીનો આંકડો સિંગલ ડિજીટમાં પહોંચી ગયો છે. મોટાભાગના શહેરોમા તાપમાન સામાન્ય કરતા 1-2 ડિગ્રી ગગડ્યું છે. અમદાવાદમાં 5 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.
અરબી સમુદ્રમાં ફરી ડિપ્રેશન સર્જાશે
અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમણે કહ્યું કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે જે આગામી 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશનમાં સર્જાશે.
પરીક્ષા વગર સરકારી નોકરી જોઈએ છે? વિલંબ કર્યા વગર અહીં કરો અરજી, મળશે સારો પગાર
આ તારીખોએ આવશે માવઠું
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું- 12થી 18 ડિસેમ્બર સુધી ગુજરાતમાં ફરી માવઠું પડશે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 15 થી 20 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. તો 12 અને 13 ડિસેમ્બરે કાતિલ ઠંડી પડવાની પણ આગાહી છે. આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે. 13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે. ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે. આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ સંકટ બનીને આવળે, તો 14, 15, 16 અને 17 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ આવશે. ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડશે. તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે.
Animal ના ફેમસ Jamal Jamalo Kudu ગીતનો મતલબ મળી ગયો, 99 ટકા લોકો નથી જાણતા