મૌલિક ધામેચા / અમદાવાદઃ અમદાવાદમાં વધુ એક વેપારી વ્યાજખોરીના પગલે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે સરખેજ પોલીસે ફરિયાદ નોંધી પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતકે  દેવાના કારણે આત્મહત્યા કરતા પહેલા પોલીસ અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા અંગે વીડિયો પણ બનાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે મહિલા અને ત્રણ પુરુષો પર વ્યાજ ખોરીનો આરોપ લાગ્યો છે. કેમકે આત્મહત્યા કરનાર કન્સ્ટ્રકશનના વેપારીને આરોપી તરફથી વારંવાર પઠાણી ઉઘરાણી કરીને રૂપિયા પરત આપવાનું દબાણ કરવામાં આવતું હતું. જોકે વેપારી કામ બંધ થઈ જતા અને કરેલા કામના સમયસર પૈસા પરત નહીં આવતા વ્યાજે રૂપિયા લીધા હતા. જોકે મૂડી અને બે મહિનાથી વ્યાજ નહીં ચૂકવી શકતા વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો હતો. આ મામલે મૃતકના પરિવારજનોએ પાંચેક વ્યાજખોરો સામે નામ જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી. મહત્વનું છે કે મૃતક શફિક ભાટીએ પોતાના મોબાઈલમાં એક વીડિયો બનાવી પરિવારને ન્યાય મળે અને વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી થાય તે પ્રકારનો એક વીડિયો પણ બનાવ્યો હતો. જેને પોલીસે કબજે લીધો છે.


આ પણ વાંચોઃ Ahmedabad: આયશા કેસમાં પોલીસે પતિ આરીફનો મોબાઇલ કર્યો કબજે, થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા


પોલીસે શફિક ભાટીના પરિવારજનોની ફરિયાદ લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પાંચ આરોપીઓને ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાંથી બે મહિલા આરોપીઓ પણ છે જેમની પાસેથી થોડા સમય અગાઉ વ્યાજે રૂપિયા લેવામાં આવ્યા હતા.આરોપી સબાના અને રશ્મી સિવાય એઝાઝ બાપુ અને ટાઇશન નામના વ્યક્તિ પાસેથી પણ મૃતકે લાખો રૂપિયા વ્યાજે લીધા હતા. પરંતુ કોરોનાની પરિસ્થિતિના કારણે કન્સ્ટ્રક્શનના કરેલા કામની રકમ પરત ન આવતાં 50 લાખથી વધુનું દેવું થઈ ગયું હતું. અને આરોપીઓ આ રૂપિયા વસુલાત કરવા કડક હાથે ઉઘરાણી કરતા. જેથી કંટાળી શફિક ભાટીએ મોબાઈલ વિડિયો બનાવી જુહાપુરા ને ફતેવાડી કેનાલમાં આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.


આ પણ વાંચોઃ Congress અધ્યક્ષ માટે અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં, જાણો નેતા વિપક્ષ માટે કોણ છે રેસમાં


સરખેજ પોલીસે હાલ આ કેસમાં સંડોવાયેલ અન્ય ફરાર આરોપીની પકડવા માટે તજવીજ હાથ ધરી છે. સાથો સાથ મોબાઈલ કબ્જે કરી FSLમાં વિડીયોની ખરાઈ કરાવવા પણ તજવીજ હાથ ધરી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં હાલ આત્મહત્યાના દુષ્પ્રેરણ અને મની લોન્ડરીંગ એક્ટ હેઠળ 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી છે. સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સો એટલા માટે કહી શકાય કે એક પછી એક વ્યક્તિઓ અમદાવાદમાં આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તેનું એકમાત્ર કારણ ત્રાસ હોવાનું સામે આવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube