સુરત/ગાંધીનગરઃ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 27 નેતા જીતીને કોર્પોરેટર બન્યા હતા. સુરતની ચૂંટણીમાં સફળતા મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીનો પ્લાન ગુજરાતમાં પોતાનો વિસ્તાર કરવાનો હતો. આમ આદમી પાર્ટીની નજર આગામી વિધાનસભા ચૂંટણી પર છે. પરંતુ સુરતમાં જીતેલા એક બાદ એક કોર્પોરેટરો પાર્ટીમાંથી રાજીનામાં આવી રહ્યાં છે. આજે સુરત આપના સસ્પેન્ડેડ કોર્પોરેટર કુંદનબેન કોઠીયા ભાજપમાં જોડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપમાં સામેલ થયા કુંદનબેન કોઠીયા
સુરત વોર્ડ નંબર-4ના કોર્પોરેટર કુંદનબેન કોઠીયા આજે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવીને તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ કોર્પોરેટર કુંદનબેન કોઠીયાને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ કુંદનબેને કહ્યું કે, હું ભાજપનો આભાર માનુ છું. ભાજપમાં જોડાયા બાદ હું એક નવી દિશામાં આગળ વધીશ. 


આ પણ વાંચોઃ કોંગ્રેસે નવા હોદ્દેદારોની કરી વરણી, લલિત વસોયા અને સીજે ચાવડાને મળી નવી જવાબદારી


જાણો શું બોલ્યા કુંદનબેન કોઠીયા
ભાજપમાં જોડાયા બાદ કુંદનબેને કહ્યું કે, મને શું કામ સસ્પેન્ડ કરી તેનો જવાબ આમ આદમી પાર્ટીએ આપવો જોઈએ. હું કોલ રેકોર્ડિંગ કરીને કોઈને હેરાન કરતી હતી તો અત્યાર સુધી કેમ ચુપ હતા. મને પુરાવા આપો તો હું પગલા ભરવા માટે તૈયાર છું. મારા પર આરોપ લગાવવામાં આવ્યા છે. નારી શક્તિનું અપમાન કરવામાં આવ્યું છે. હું સ્વેચ્છાએ ભાજપમાં સામેલ થઈ છું. 


પ્રદીપસિંહ વાઘેલાએ આપ પર કર્યા પ્રહાર
ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યુ કે, હું કુંદનબેનનું ભાજપમાં સ્વાગત કરૂ છું. મહિલાઓનું સન્માન ભાજપની પ્રાથમિકતા રહી છે. ભાજપના શાસનમાં ગુજરાત મહિલા સુરક્ષામાં દેશમાં અગ્રેસર છે, તે બધા જાણે છે. આમ આદમી પાર્ટી દેશના યુવાનોને છેતરવા નિકળી છે. દેશ વિરોધી અને અરાજકતા ફેલાવનારી પાર્ટી છે. આપના પાંચ મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી દેશ તોડવાનું કામ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube