ચેતન પટેલ, સુરત: સુરતના સચિન ઓવરબ્રિજ પર લોખંડના એંગલ ભરેલા ટ્રેલરમાં એક કાર ઘડાકાભેર ઘૂસી ગઈ હતી. જેમાં કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ભારે જેહમતે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવકે અકસ્માતના પાંચ મિનિટ પહેલાં પત્નીને ફોન કરી જમવાનું તૈયાર કરવા કહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- નમામિ દેવી નર્મદે : સમગ્ર ગુજરાતમાં આજે ઘરે ઘરે લાપસીના રાંધણ છે...


સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સૂર્યા પેલેસમાં પ્રતિક સૂર્યકાત પટેલ પરિવાર સાથે રહેતો હતો. ગત રોજ કારમાં ભરૂચથી પલસાણા થઈને સિટીલાઈટમાં આવેલા ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન સચિન ઓવરબ્રિજ પર લોખંડની એંગલ ભરેલા ટ્રેલરમાં તેમની કાર ઘૂસી ગઈ હતી. ટ્રેલર સાથે અકસ્માતમાં કારની ઉપરની સાઈડનો ભાગ કપાઈને 100 ફૂટ દૂર પડ્યો હતો. 


આ પણ વાંચો:- જન્મદિવસે પીએમને સાંભળવા માટે મોટી સંખ્યામાં જનમેદની એકઠી થઈ


જ્યારે કાર ચાલક પ્રતિકનું માથું છુંદાઈ ગયું હતું અને શરીર બાજુની સીટ પર ઢળી પડ્યું હતું. ઘટનાની જાણ થતા પ્રતિકના મામા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસની મદદથી ભારે જહેમતે કારમાં ફસાઈ ગયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...