Gujarat Election 2022 Second Phase Voting હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં 15મી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે આગામી 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થશે.  5મી ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. ત્યારે ચૂંટણી પંચથી લઈને તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો લોકોને વોટ કરવા અપીલ કરી રહ્યાં છે. લોકશાહીમાં એક મત પણ કિંમતી છે. ત્યારે મત અપાવવા માટે નેતાઓ અને જાગૃત સંસ્થાઓ અનેક પ્રલોભનો તથા સ્કીમ આપતી હોય છે. આવામાં બીજા તબક્કામાં મતદાનની ફરજ નિભાવનાર લોકોને અનોખી ઓફર આપવામા આવી છે. બીજા તબક્કામાં મતદાન કરનારા મતદારોને એક રૂપિયા સસ્તુ પેટ્રોલ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના પેટ્રોલ પંપ એસોસિએશન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બીજા તબક્કાની બેઠકો પર મતદાન કરનારને એક લિટર પેટ્રોલ પર એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લોકો વધુ મતદાન કરે તે માટે પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. આ વિશે પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, આપણા રાજ્યમાં તારીખ 5.12.2022 ને સોમવારે મતદાનનો બીજો તબક્કો છે. જેમાં વધારે મતદાન થાય તે નિમિત્તે અમારા પેટ્રોલ પંપ એસોસિએશન તરફથી એક આકર્ષક સ્કીમ અમે લોન્ચ કરી છે. જેમાં કોઈ વ્યક્તિ મતદાન કરીને આવે અને મતદાન નું ચિન્હ બતાવશે તો પેટ્રોલ પંપ પર 1 લીટર પેટ્રોલ ઉપર અમે 1 રૂપિયો ડિસ્કાઉન્ટ આપીશું. જે અને લિમિટેડ રહેશે, આમાં કોઈ કન્ડિશન નથી. અમે આશા રાખીએ છીએ કે આ અમારી સ્કીમ ખૂબ સફળ થાય. 



ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં બીજા તબક્કા પહેલા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને નિર્ણય લઈને સૌને મતદાન કરવા અપીલ કરી છે. આવતીકાલે મતદાન કર્યા બાદ પેટ્રોલ - ડીઝલ ભરાવવા આવનાર તમામને પ્રતિલીટર એક રૂપિયાની છૂટ આપવામાં આવશે. મતદાન માટે મતદારોમાં જાગૃતતા આવે અને આવતીકાલે વધુમાં વધુ મતદાન થાય એ બદલ એસોસિયેશન દ્વારા નિર્ણય કરાયો છે. મત આપનાર વ્યક્તિ મત આપ્યાનું ચિહ્ન બતાવે અને પેટ્રોલ ડીઝલ પર પ્રતિલિટર 1 રૂપિયાની છૂટનો લાભ લઈ શકશે. આ આવકારદાયક પહેલમાં એસોસિયેશન સાથે સંકળાયેલા ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને એચપી પેટ્રોલ પંપ માલિકો જોડાશે. આ વિશે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, પહેલા તબક્કામાં 62 ટકા જેટલું મતદાન થયું છે, જે ખૂબ ઓછું છે. બીજા તબક્કામાં વધુમાં વધુ મતદાન થાય અને લોકો મત આપે એ માટે અમે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 1 રૂપિયાની છૂટ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત માટે તમામ ડીલરોએ સહકાર આપવા સહમતી દર્શાવી છે. અમે કોઈપણ ડીલરને દબાણ નથી કર્યું, બધા સ્વયંભૂ અમારી આ પહેલમાં જોડાશે.


આ પેટ્રોલ પંપ પર છૂટ મળશે
ઉલ્લેખનીય છે કે, ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન સાથે સંકળાયેલા ત્રણ પેટ્રોલ પંપ જેમાં ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને એચપી પંપનો સમાવેશ થાય છે, પ્રતિલીટર એક રૂપિયાની છૂટ આ સિવાયના પંપ પર મળશે નહિ.


ઉલ્લેખનીય છે કે, બીજા તબક્કામાં વધુ મતદાન માટે ચૂંટણી પંચની સતત અપીલ કરી રહ્યું છે. પહેલા તબક્કામાં ઓછું મતદાન થતા ચૂંટણી પંચ બીજા તબક્કાના મતદાન પહેલા સતર્ક થઈ ગયું છે. ZEE 24 કલાકના માધ્યમથી ચૂંટણી પંચે વધુ મતદાનની અપીલ કરતા કહ્યું કે, મતદાન આપણો અધિકારની સાથે ફરજ પણ છે. મત આપી આપણે એક સારા નાગરિક બનીએ. આપણો એક મત દેશનું ભવિષ્ય ઘડે છે, મતદાન સૌથી મોટું દાન છે.