ઝી ન્યૂઝ/રાજકોટ: ખોડલધામ ખાતે કોળી સમાજના આગેવાનોએ ખોડલધામ ચેરમને નરેશ પટેલ સાથે ખાનગી રાહે બેઠક કરી હતી, જેમાં બંને સમાજ એક થઇને ગુજરાતનો અને સમાજનો વિકાસ કરવાની ચર્ચા થઇ હતી. જોકે, આ બેઠક બાદ પણ નરેશ પટેલના રાજકારણ પ્રવેશ માટે ફરી એકવાર રહસ્ય રહ્યું હતું. પરંતુ રાજકારણમાં આવવા નરેશ પટેલ એક્ટિવ થઈ ગયા હોય તેવુ દેખાઈ રહ્યું છે. હવે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના નિવેદનનો કોળી વિકાસ સંગઠને વિરોધ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેશ પટેલે નિવેદન કર્યું હતું કે, સરપંચથી સાંસદ સુધી પાટીદારો હોવા જોઈએ તેના પર ગુજરાત કોળી સમાજ સંગઠને વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત કોળી વિકાસ સંગઠને કોળી સમાજના 9 અલગ-અલગ સંગઠનને જાણ કરી છે અને વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, નરેશ પટેલે દરેક સમાજને રાજકીય પદ પર સ્થાન મળે તેવું નિવેદન કરવુ જોઈએ. નરેશ પટેલે તેમણે આપેલું નિવેદન તત્કાલિક પરત ખેંચે તેવી પણ માગ કરી છે. કોળી વિકાસ સંગઠને જણાવ્યું કે, નરેશ પટેલે કોળી સમાજ અથવા અન્ય સમાજના લોકોને રાજકીય હોદ્દા મળે તેવું ક્યારેય નિવેદન આપ્યુ નથી.


અમદાવાદ: થલતેજની ઉદગમ સ્કૂલનો વધુ એક મનસ્વી નિર્ણય; વાલીઓ સ્કૂલે પહોંચે તે પહેલા બાઉન્સરો ગોઠવીને...


ઉલ્લેખનીય છે કે, ખોડલધામ ચેરમેન નરેશ પટેલના રાજકારણ પ્રવેશને લઈને હજું રહસ્ય જ છે. થોડાક દિવસ પહેલા કોળી સમાજના આગેવાન સાથે થયેલ બેઠકમાં પણ યોગ્ય સમયે જાણ કરવાની અને દરેક સમાજ કહેશે તેવી નરેશ પટેલે વાત કરી હતી. ગુજરાતના કોળી સમાજના માંધાંતા ગ્રુપના પ્રમુખ અને સાથે કોળી સમાજના આગેવાનોએ ખોડલધામની મુલાકાત લીધી હતી. માં ખોડલના દર્શન બાદ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે એક બેઠક કરી હતી અને સામાજિક શૈક્ષણિક સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. 


કોળી સમાજના માંધાતા ગ્રુપના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ બેઠક બાદ જણાવ્યું હતું કે, નરેશ પટેલ જેવા વ્યક્તિએ રાજકારણમાં ચોક્કસ આવવું જોઈએ અને સારા વ્યક્તિની રાજકારણમાં ખૂબ જ જરૂર છે, સાથે નરેશ પટેલ રાજકારણમાં આવીને ગુજરાતની સેવા કરવી જોઈએ, જયારે નરેશ પટેલ જેવા સારા વ્યક્તિ ને તે જ્યાં હોય ત્યાં કોળી સમાજ તેની સાથે દરેક સમાજ સાથે રહેશે તે ચોક્કસ છે.


ગુજરાતના માથે આ શું થવા બેઠું છે? એરપોર્ટ બાદ મેડી ક્રીક પાસેથી એવી વસ્તુ ઝડપાઈ કે....


ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સતત તમામ સમાજ સાથે મિટિંગ કરી રહ્યાં છે. તે જોતા અને તેમના જણાવ્યા મુજબ રાજકારણ પ્રવેશ માટે તમામ સમાજનું જો આહવાન હશે તે દિવસે તેઓ ચોક્કસથી રાજકારણમાં આવી જશે તેવુ સ્પષ્ટ થઈ રહ્યુ છે. સાથે ગુજરાતનો વિકાસ કરવો હોય તો ગુજરાતમાં બે મોટો સમાજ છે. જેમાં કોળી સમાજ અને પટેલ સમાજ બંને સાથે આવે છે, જો ગુજરાતમાં વિકાસ અને કાર્ય કરવું હોય તો આ બંને સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાય તે જરૂરી છે. 


ખોડલધામ ચેરમેન નરેશ પટેલ તમામ સમાજ સાથે જે રીતે મિટિંગ કરી રહ્યા છે તે જોતા તેમનો રાજકીય પ્રવેશ માટે તખ્તો તૈયાર કરતા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. અને આવતા સમયમાં કોઈ અલગ રાજકીય સમીકરણો સર્જાઈ શકે તે ચોક્કસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube