સાબરકાંઠા: બળજબરીથી સગીરાનું અપહરણ કરી ખેતર વિસ્તારમાં આચર્યું દુષ્કર્મ
જીલ્લામાં એક જ સપ્તાહમાં બીજો એક ગેંગ રેપ સામે આવ્યો છે. ખેરોજ પોલીસે સગીરા પર દુષ્કર્મ ગુજારી ફરાર થઇ ગયેલા ગેંગ રેપના આરોપીને ઝડપી પાડીને જેલના હવાલે કર્યા છે. જ્યારે સામુહીક દુષ્કર્મ ગુજારવામાં એક સગીર હોવાને લઇને મહેસાણા ખાતે રીમાન્ડ હોમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: જીલ્લામાં એક જ સપ્તાહમાં બીજો એક ગેંગ રેપ સામે આવ્યો છે. ખેરોજ પોલીસે સગીરા પર દુષ્કર્મ ગુજારી ફરાર થઇ ગયેલા ગેંગ રેપના આરોપીને ઝડપી પાડીને જેલના હવાલે કર્યા છે. જ્યારે સામુહીક દુષ્કર્મ ગુજારવામાં એક સગીર હોવાને લઇને મહેસાણા ખાતે રીમાન્ડ હોમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં ગેંગ રેપ આચરવાનો ચકચારી કિસ્સો સર્જાયા બાદ વધુ એક ગેંગ રેપનો કિસ્સો ખેડબ્રહ્મા તાલુકામાં સામે આવ્યો છે.ખેરોજ વિસ્તારમાં ઘટેલી આ ઘટનામાં સગીરા પોતાને ઓળખીતા દુકાન દાર પાસે જવા દરમ્યાન તેની સાથે બળજબરી કરીને તેનુ બાઇક પર અપહરણ કરવામાં આવ્યુ હતુ અને નજીકના એક ખેતરમાં લઇ જઇને એક યુવક અને સગીર બંનેએ સાથે મળીને દુષ્કર્મ આચર્યુ હતુ. જેને લઇને પીડીતાની શારીરીક તબીયત લથડવાને લઇને ખેડબ્ર્હમાની સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
સુરત: શિક્ષિકા દિકરીએ આપઘાત કરતા બેસણામાં પરિવારે બેનરો લઇને કર્યો વિરોધ
પોલીસે પણ ઘટનાને લઇને દુષ્કર્મ આચરનાર બંને આરોપીને ઝડપી લેવા માટે જુદી જુદી બે ટીમો બનાવીને રાજસ્થાન અને ખેડબ્રહ્મા વિસ્તારમાં શોધ ખોળ હાથ ધરી હતી. આ દરમિયાન બંને આરોપીઓ ખેડ઼બ્રહમા વિસ્તારમાંથી જ પોલીસને હાથ લાગ્યા હતા. અને જેને લઇને પોલીસે બંને પુછપરછ હાથ ધરતા એક આરોપી સગીર હોવાનુ જણાઇ આવતા તેને મહેસાણા ખાતેના રીમાન્ડ હોમમાં ખસેડવામા આવ્યો હતો. જ્યારે બીજા યુવક આરોપીને પોલીસે ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી.
સુરતમાં ભારે વરસાદને પગલે કોઝવે ઓવર ફ્લો, વાહનવ્યવહાર કરાયો બંધ
જુઓ LIVE TV:
સામુહિક દુષ્કર્મ સગીર કિશોરીને બાઇક પર અપહરણ કરીને લઇ જઇને ગુજારવાને લઇને ઇડર ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ આ દરમ્યાન બંને યુવકો પોલીસને તપાસ દરમ્યાન જ ગણતરીના કલાકોમાં જ હાથ લાગી જવા પામ્યા હતા. તો બીજી તરફ સગીર કીશોરીને પણ સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે રાખવામાં આવી છે. અને જ્યાં તેની સ્થિતી નિયંત્રણ હેઠળ હોવાનુ સામે આવ્યુ છે. આમ પોલીસને સામુહીક દુષ્કર્મના એક સપ્તાહમાં બે બનાવ સામે આવ્યા હતા અને બંને બનાવોમાં આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી આવી છે.