દિનેશ ચંદ્રવાડીયા/ ઉપલેટા: સૌરાષ્ટ્રમાં વરસેલા અનરાધાર વરસાદે અનેક પાકોનું ધોવાણ કર્યું છે. જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ અતિ વરસાદે ડુંગળીના સંપૂર્ણ પાકનું ધોવાણ કર્યું છે અને ખેડૂતોને નુકસાનીનો ભાર સહન કરવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ તો સૌરાષ્ટ્રના તમામ ગામના ખેડૂતોએ વાવેલા પાકનું ધોવાણ થઇ ચૂક્યું છે અને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામના ખેડૂતોને તો તેઓએ વાવેલા તમામ જાતના પાકો હાલ નિષ્ફ્ળ જવાના આરે છે, જેમાં ખાસ ડુંગળીનું વાવેતર કર્યું છે. તેઓની હાલત તો ખરાબ છે.


જેમાં સતત વરસાદને લઈને જમીનની અંદર ઉગી રહેલ ડુંગળીની હાલત ખુબજ ખરાબ છે. સતત પાણીમાં રહેવાને કારણે ડુંગળીનો પાક નુકસાન જઈ રહ્યો છે. જમીન અંદર થતી ડુંગળીનો વિકાસ બંધ થયો છે અને વિકાસ થવાની જગ્યાએ વિકાસ રૂંધાવા લાગ્યો છે અને ડુંગળી જમીનની અંદર સડી રહી છે અને આ ડુંગળીનો પાક નિષ્ફ્ળ ગયો છે.


ધોરાજીના ખેડૂત એવા અને જેણે પોતાના ખેતરને બહારના ખેત મજુરને ભાગમાં ડુંગળીનું વાવેતર આપેલ તેઓની હાલત તો ખુબજ ખરાબ છે. તેઓ  માટે તો ડુંગળીના નિષ્ફ્ળ પાકને લઈને પાયમાલ જેવી હાલત થઇ ગઈ છે. એક તરફ મોંઘા બિયારણ, ખાતરનો ખર્ચ અને માથે વરસાદને લઈને પાક નિષ્ફ્ળ જતા ખેડૂતો અને ખેત મજૂરો માટે તો પાયમાલી જ હાથ લાગી છે.


ખેડૂતોએ વરસાદ પહેલા પાકના વાવેતર માટે મોટો ખર્ચ કરેલ હતો, પરંતુ ખેડૂતો પાક વાવેતરના ખર્ચાઓને અનરાધાર વરસેલા વરસાદે ધોઈ નાખેલ છે, અને મોટું નુકસાન કરેલ છે ત્યારે પાયમાલીના આરે આવેલ ખેડૂતો સરકાર પાસે હાથ જોડીને તેઓને થયેલ પાક નુકસાનનો સર્વે તાત્કાલિક કરાવે તેવી માગ સાથે તાત્કાલિક પાક નુકસાનનું  વળતર આપે તેવી માગ અને આજીજી કરે છે. 


ખેડૂતો માટે વરસાદ ખુબજ મહત્વનો છે. સાથે જે કુદરતી આફત સામે સરકાર રક્ષણ આપે છે તે યોગ્ય સમયે આપે તો ખેડૂતોને તેના ભવિષ્ય માટે ઉપયોગી અને રક્ષણ સમાન છે અને જે ખેડૂતોને નુકસાનીમાંથી ઉગારવા માટે સહાય રૂપ બની શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube