ઝી બ્યુરો/રાજકોટ: મધ્યમવર્ગ પરિવારની થાળીમાંથી ડુંગળી ઓછી થઈ રહી છે. જેનું કારણ છે ડુંગળીની કિંમતમાં ભાવવધારો. ડુંગળી આવક ઘટતા તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ગરીબોની કસ્તુરી સામાન ડુંગળી મોંઘી થતાં રાજકોટની કેવી હાલત થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમયે ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળી હવે આમ આદમીની થાળીમાંથી જ ઓછી થવા લાગે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. રાજકોટમાં હાલ ડુંગળીના છુટક ભાવ રૂપિયા 30 થી 40 પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે અને આવનારા દિવસોમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. જેને કારણે હવે ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.


રાજકોટમાં ફરી ગરીબોની કસ્તુરી મોંઘી થઈ છે. રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં 10થી 15 રૂપિયા કિલો વધારો થયો છે. ડુંગળી હાલ છુટકમાં 30 થી 40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના એક મણના 400થી લઈ 600 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. હાલ ડુંગળીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ખરીફ ડુંગળીની આવકો શરૂ થઈ ગઈ છે.


ડુંગળીના ભાવમાં કિલો દીઠ 10-15 રૂપિયાનો વધારો
હવે ડુંગળીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હાલ ડુંગળી કિલો દીઠ 10-15 રૂપિયા મોંઘી વેચાઈ રહી છે. સામાન્ય રીતે જે ડુંગળી 20-25 રૂપિયા કિલો વેચાય છે તે હાલમાં 30-40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. જો કે ડુંગળીના વધતા ભાવ સામે કેન્દ્ર સરકારે આગોતરું આયોજન હાથ ધર્યું છે. ડુંગળી વિદેશમાં નિકાસ ન થાય તે માટે 40 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.


કેમ અચાનક વધવા લાગ્યા ડુંગળીના ભાવ?
રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં ખુબ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં તેની આવક પણ ઘટી છે. બીજીતરફ માર્કેટમાં ડુંગળીની સામાન્ય માંગ યથાવત રહેતા ડુંગળીની માંગ અને પુરવઠા વચ્ચે અછત સર્જાય છે. ડુંગળીની આવક ઘટવાને કારણે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 


લોકોના રસોડાનું બજેટ ખોરવાયું
હવે ડુંગળી મોંઘી થઈ રહી છે. એટલે કે ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ મુશ્કેલ બની રહ્યું છે. ખાદ્ય પદાર્થમાં ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડતી હોય છે. એટલે જરૂરી વસ્તુના ભાવ વધવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.