રાજ્યમાં હવે તમામ શિક્ષકોએ ભરવી પડશે ઓનલાઇન હાજરી
રાજ્ય (Gujarat)માં હવે તમામ શિક્ષકોની હાજરી ઓનલાઇન ભરવી પડશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બાકી રહી ગયેલા સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને પણ ઓનલાઇન હાજરી પુરવાનો આદેશ કર્યો છે.
હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્ય (Gujarat)માં હવે તમામ શિક્ષકોની હાજરી ઓનલાઇન ભરવી પડશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બાકી રહી ગયેલા સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને પણ ઓનલાઇન હાજરી પુરવાનો આદેશ કર્યો છે.ગુજરાત સરકાર દ્વારા પ્રથમ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ઓનલાઈન ફરજિયાત કરવામાં આવ્યું હતું. તેના પરિણામ સારા મળતાં હવે ઓનલાઇન હાજરી કરવામાં માટે સરકાર વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
અમદાવાદમાં અનોખું પ્રદર્શન, 15 ડિસેમ્બર સુધી જોવાની તક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારી ને ઉદ્દેશ સાથે કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓમાં શિક્ષકોની પણ હાજરી ઓનલાઇન ભરવી પડશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી ઓને આ માટે 10 દિવસમાં વ્યવસ્થા કરી તમામ શિક્ષકો ની હાજરી ઓનલાઇન પુરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત ઠંડુગાર, ઠંડીની સાથે વરસાદનો પણ પડી શકે છે ડબલ માર
રાજય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા તમામ શિક્ષકો હવે આગામી દિવસોમાં ઓનલાઇન હાજરી પુરશે. રાજય સરકાર દ્વારા શિક્ષકો ઉપરાંત તલાટીઓની હાજરી ઓનલાઇન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે તલાટી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે પણ સરકાર ઓનલાઇન હાજરી ભરવા પર મક્કમ છે. આજ રીતે આગામી દિવસોમાં તમામ વિભાગોમાં ઓનલાઇન હાજરી પુરવાનું ફરજિયાત કરવા તરફ સરકાર આગળ વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...