Online છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય આફ્રિકન ટોળકી ઝડપાઇ
બે સાગરીતો માર્ટીન કોપેરે ડીમોયુ અને એલ હાડજી મહામને તૌઉરેના નામ આપતા દિલ્હી રોકાયેલી સાઇબર ક્રાઇમ (Cyber Crime) ની ટીમે તેઓને દબોચી લઇ વડોદરા લઇ આવ્યા હતા.
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) ના વેપારીને સીપીયુ સ્ક્રેપ વેચવાના બહાને, સ્ક્રેપના ઇન્શ્યોરન્સ કરાવવા અને લોજિસ્ટીક કંપની સાથે થયેલ સેટલમેન્ટના કોટેડ યુ.એસ.ડી. ડોલર ક્લિન કરાવવા તેમજ કાનપુર ખાતે કસ્ટમ અધિકારી સાથે સેટલમેન્ટ કરાવવાના બહાને રૂપિયા 19.35 લાખની ઓનલાઇન છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય આફ્રિકન ટોળકીના પાંચ સાગરીતોને સાઇબર ક્રાઇમે (Cyber Crime) દિલ્હીથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
ડી.સી.પી. ક્રાઇમના જયદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 4 જુલાઇ-021ના રોજ વડોદરા (Vadodara) ના લક્ષ્મીપુરા (Laxmipura) રોડ ઉપર આવેલી ઇ-201, ક્રિષ્ણા રેસિડેન્સીમાં રહેતા અને એક્સપોર્ટ-ઇન્પોર્ટનો બિઝનેસ કરતા રાજેશકુમાર જયંતિલાલ પટેલે સ્ક્રેપ (Scrap) ના બહાને રૂપિયા 19,35,000ની ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ સાઇબર ક્રાઇમ (Cyber Crime) માં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ (Cyber Crime) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
Corona ના કારણે જીવનમાં આવ્યું આમૂલ પરિવર્તન, સુરતમાં વધ્યો ટેરેસ ગાર્ડનનો ક્રેઝ
સાઇબર ક્રાઇમ (Cyber Crime) ને તપાસ દરમિયાન છેતરપિંડી કરનાર ટોળકી દિલ્હી (Delhi) હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે સાઇબર ક્રાઇમના પી.આઇ. એન.કે. વ્યાસ, પી.એસ.આઇ. કે.સી. રાઠોડની ટીમને દિલ્હી રવાના કરવામાં આવી હતી. દિલ્હી ગયેલી ટીમે ટેકનિકલ, સાઇન્ટીફીક તથા હ્યુમન ઇન્ટેલિજન્ટ શોર્સની મદદથી દિલ્હી ખાતેથી આફ્રિકન ટોળકીના બેન્જામીન કોવુઆકૌ નાડ્રી, કપટુ એમાટુરીન મારી અને કિટ્ટી જેક્સ દેવાલોઇની ધરપકડ કરી હતી. ઝડપાયેલ ટોળકીના ત્રણે સાગરીતોને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવી તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી.
International Cheating Case: કરોડોની છેતરપિંડી કરતા નાઇઝીરીયન પ્રેમી પંખીડા ઝડપાયા
જેમાં તેઓએ તેમના અન્ય બે સાગરીતો માર્ટીન કોપેરે ડીમોયુ અને એલ હાડજી મહામને તૌઉરેના નામ આપતા દિલ્હી રોકાયેલી સાઇબર ક્રાઇમ (Cyber Crime) ની ટીમે તેઓને દબોચી લઇ વડોદરા લઇ આવ્યા હતા. તેઓ પાસેથી પોલીસે વડોદરા (Vadodara) ના વેપારીને છેતરવા માટે બતાવેલા 100 ડોલર, (બ્લેક કોટેડ), તથા બનાવટી ડોલર્સ, 18 મોબાઇલ ફોન, બે લેપટોપ, બનાવટી યુ.એસ.ડી. 100 ડોલરની નોટોના 14 બંડલ, બ્લેક કાગળોનું બંડલ, સફેદ કાગળોનું બંડલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
Haphephobia: કોરોના પછી આશરે 60%થી વધુ લોકો અનુભવે છે સ્પર્શનો ભય
ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટોળકી ખરીદ-વેચાણ કરવાના બહાને અથવા ઇન્શ્યોરન્સ પોલિસી આપવાના બહાને, કોટેડ યુ.એસ.ડી. ડોલર ક્લિન કરવા જેવા જુદા-જુદા બહાને સોશિયલ મિડીયા (Social Media) ઉપર લોભામણી વાતચિત કરીને વેપારીઓ તેમજ સામાન્ય વ્યક્તિઓને ફસાવતા હતા. અને તેઓને વિશ્વાસમાં લઇ તેઓ પાસે ઓનલાઇન નાણાં મેળવી છેતરપિંડી કરતા હતા. આ ટોળકીએ આજ રીતે વડોદરાના વેપારી રાજેશકુમાર પટેલ સાથે વોટ્સએપ, મેઇલ ઉપર લોભામણી વાતચિતો કરીને સ્ક્રેપ અપાવવાના નામે ફસાવ્યા હતા. અને તેઓ સાથે રૂપિયા 19.35 લાખની ઓન લાઇન છેતરપિંડી કરી હતી.
ભેજાબાજ આફ્રિકન ટોળકીની મોડસ ઓપરેન્ડી આ પ્રમાણે છે
- જેમાં આરોપીઓ સ્ક્રેપ, ગોલ્ડ, ડાયમન્ડ, ઓઇલ, મોંઘી મેડિસીન વિગેરે મોંઘી વસ્તુઓ વેચાણ કરવા માટે ખોટી વિદેશી કંપની ઉભી કરે છે.
- મોંઘી વસ્તુઓ મોટા જથ્થામાં ઓછા ભાવે વેચવાનું જણાવી 50 ટકા એડવાન્સ પેમેન્ટ લેતા હોય છે.
- મોંઘી વસ્તુઓ ભારતમાં મોકલવા માટે ખોટી લોજિસ્ટીક કંપની ઉભી કરે છે. અને તે કંપની પેમેન્ટ આપવાના બહાને ભોગ બનનાર પાસે એડવાન્સ પેમેન્ટ લે છે.
- મોંધી વસ્તુઓને લોજિસ્ટીક કંપની દ્વારા મોકલવા માટે ફરજિયાત 100 ટકા રીફન્ડેબલ ઇન્શ્યોરન્સ કરાવવાના બહાને રૂપિયા પડાવે છે.
- મોંઘી વસ્તુઓ શિપીંગ કંપની દ્વારા ખોવાઇ ગયેલ છે. અને ભોગ બનનારને 1.5 મિલીયન ડોલર ઇન્શ્યોરન્સ મેળેલ છે. તેવો વિશ્વાસ અપાવે છે. અને ડોલર ભરેલ બેગ વિડીયો કોલ કરીને બતાવે છે. અને ડોલર ઇમીગ્રેશનમાં પકડાઇ નહિં તે માટે બ્લેક કલરથી કોટેડ કરે છે. અને તે વિડીયો પણ બતાવે છે.
- જાળમાં ફસાયેલા વ્યક્તિને ટોળકી દિલ્હી બોલાવે છે. અને ત્યાં સારી હોટલમાં ડીકોડ કરવાનો ડેમો બતાવી રૂપિયા પડાવે છે.
- ટોળકી દ્વારા ભોગબનનારને કહેવડાવવામાં આવે છે કે, પૂરી રકમ ભોગ બનનારના સરનામે મોકલી આપવામાં આવશે.
- ટોળકીના એજન્ટ કોટેડ ડોલર ભોગ બનનારને પહોંચાડવા માટે જાય છે. રસ્તામાં કસ્ટમ દ્વારા પકડવામાં આવે છે. અને સેટલમેન્ટ કરવાનું જણાવી ભોગ બનનાર પાસેથી મોટી રકમ પડાવવામાં આવે છે.
- ભોગ બનનાર જ્યાં સુધી કંગાળ ન થઇ જાય ત્યાં સુધી તેની સાથે જુદા-જુદા બહાને છેતરપિંડી કરે છે.
- ભેજાબાજ આફ્રિકન ટોળકી ગુનો કરવા માટે ઇન્ટરનેશનલ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરે છે. જે કંપની બનાવવામાં આવે છે. તે કંપનીના ફોન બનાવટી દસ્તાવેજો ભોગ બનનારને મોકલવામાં આવે છે.
વડોદરાના વેપારી સાથે રૂપિયા 19.35 લાખની છેતરપિંડી કરનાર આફ્રિકન ટોળકીને ઝડપી પાડવા માટે સાઇબર ક્રાઇમના પી.આઇ. એન.કે. વ્યાસ, પી.એસ.આઇ. કે.સી. રાઠોડની સાથે અનાર્મ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઇ જેઠાભાઇ, કુલદીપસિંહ લક્ષ્મણસિંહ, સંજય રામદાસ, સંજય ભુપતસિંહ, સુનિલ જયરામભાઇ, કુલદીપ પટેલ, રામજીભાઇ જીવનભાઇ, સુરેન્દ્ર શ્રવણભાઇ અને જયેન્દ્રસિંહ બોરણા સહિતની ટીમ જોડાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube