સાવધાન! વેલેન્ટાઈન ડેના નામે સોશિયલ મીડિયામાં આ સ્કીમની લિંક આવે તો ચેતજો, નહીં તો એક ઝાટકે એકાઉન્ટ ખાલી
Online fraud: કોઈ પણ યૂઝર્સે ભૂલથી લિંક ખોલી હોય તો ફોનમાં ડાઉનલોડ એપ્લિકેશનનું લિસ્ટ ચેક કરવું જોઈએ. અનનોન એપ ઈન્સ્ટોલ થઈ નથી તેની ખાતરી કરી લેવી હિતાવહ છે. જોકે આ પ્રકારની એપ ફોનમાં હોય તો તેને તાત્કાલિક ડિલીટ કરવી જોઈએ.
ઝી ન્યૂઝ/વડોદરા: કોરોના મહામારીમાં સાયબર માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે હાલ પ્રેમના તહેવારોમાં મફત ફોનની લાલચ આપીને સાયબર માફિયાઓ બોગસ લિંક મોકલીને લોકોને ઠગી રહ્યા છે. યૂઝર્સ આ લિંકથી ફોનમાં ઈન્સ્ટોલ થતી એપ ફાઈલ થકી ઈ વોલેટ અને બેન્કિંગ સહિતના મહત્વના ડેટાની ચોરી કરી લેતા હોય છે અને પછી તમારા કમાણીના નાણાં ખંખેરતા હોવાનું જાણવા મળ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે હાલ વેલેન્ટાઈન ડે વીક ચાલી રહ્યું છે. ત્યારે વેલેન્ટાઈન ડે નજીક હોવાથી સાયબર માફિયાઓ દ્વારા રૂપિયા ખંખેરવાનો નવો કિમીયો શોધી નાંખ્યો છે. માસ્ટરમાઈન્ડ ગેંગ સોશિયલ મીડિયા પર એક લિંક ફરતી કરી છે. આ લિંક પર યૂઝર્સ લલચાઈને ક્લિક કરતાં એક વેબ પેજ ખૂલે છે. ત્યારબાદ યૂઝર્સને અમુક સવાલો પુછવામાં આવે છે, તેના જવાબો યૂઝર્સને લખવાના હોય છે. સાચા જવાબ આપનારને એક લેટેસ્ટ મોબાઈલ ફોનનું ઈનામ મળશે તેવી બોગસ જાહેરાત કરવામાં આવે છે. આ લિંકથી ગેંગ ડેટાની ચોરી કરી નાણા ખંખેરતા હોય છે.
આ સંદર્ભે સાયબર એક્સપર્ટ જણાવે છે કે યુઝર્સ ચાર પ્રશ્નોના જવાબ આપે ત્યારે આઈપી એડ્રેસની ચોરી થાય છે. ફોનના બેકગ્રાઉન્ડમાં એપ સ્વરૂપમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ થઈ જાય છે. જે ઈ વોલેટ અને બેન્કિંગ એપ્સ પર તરાપ મારે છે. એન્ડ્રોઈડ એપ્લિકેશન પેકેજ યુઝર્સના ફોનમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવામાં મદદ કરે છે. એપ ફાઈલો કોમ્પ્રેસ સ્વરૂપે ફોનમાં દાખલ થાય છે. યૂઝર્સ દ્વારા લિંક પર ક્લિક કર્યા બાદ જ તે એક્સટ્રેક્ટ થાય છે. વેલેન્ટાઈન ડે નામે કોઈ લિંક આવે તો તેને ઓપન કરવાથી બચવું જોઈએ.
ફોનમાં શંકાસ્પદ લિંક દેખાય તો શું કરવું?
કોઈ પણ યૂઝર્સે ભૂલથી લિંક ખોલી હોય તો ફોનમાં ડાઉનલોડ એપ્લિકેશનનું લિસ્ટ ચેક કરવું જોઈએ. અનનોન એપ ઈન્સ્ટોલ થઈ નથી તેની ખાતરી કરી લેવી હિતાવહ છે. જોકે આ પ્રકારની એપ ફોનમાં હોય તો તેને તાત્કાલિક ડિલીટ કરવી જોઈએ. આ ઉપરાંત ફોનને રિસેટ કરી ગૂગલ પાસવર્ડ બદલવો સાથે ટૂ ફેક્ટર કે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન વિકલ્પ ઓન હોવો જૂરી છે.
તમને જણાવી દઈએ કે ગત વર્ષે હોટેલમાં મફત સ્ટેના નામે લિંક વાયરલ થઈ હતી. આ વર્ષે ચાર પ્રકારની લિંકો URL શોર્ટ કરીને વાઈરલ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube