જામનગરઃ રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 145 કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કુલ 6 સેન્ટરો પર મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ અને મગફળી તૈયાર ન થઈ હોવાથી તેની અસર ખરીદી પર પણ જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર જિલ્લો એક કૃષિ પ્રધાન આરસી ફળદુનો જિલ્લો છે. અહીં આજે 6 સેન્ટરો પર માત્ર 54 ખેડૂતો મગફળી વેંચવા આવ્યા હતા. જોડિયા સેન્ટરમાં તો એકપણ ખેડૂત મગફળી વેંચવા માટે ફરક્યા જ નથી. તો જામનગર ગ્રામ્ય, ધ્રોલ અને લાલપુરમાં એક-બે ખેડૂતો આવ્યા હતા. જામજોધપુરમાં 28 અને કાલાવડમાં 22 ખેડૂતોએ પોતાની મગફળી વહેંચી હતી. અહીંના 6 સેન્ટરો પર 230 ખેડૂતોને તંત્ર દ્વારા જાણ પણ કરવામાં આવી હતી. 
કૃષિ પ્રધાનના વિસ્તારમાં જ ખેડૂતોનો પ્રતિસાદ મળ્યો નથી. 


હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લાઇનો
જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરતા કેન્દ્રો પર નિરસતા જોવા મળી હતી. પરંતુ બીજીતરફ હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે લાભપાંચમના દિવસે હરાજીની શરૂઆત થઈ હતી. ત્યાં સૌથી અચરજની બાબત એ છે કે આજે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવતા ભાવ કરતાં પણ વધુ સારા ભાવ ખેડૂતોને હાપા માર્કેટ યાર્ડની જાહેર હરાજીમાં મળ્યા હતા. જેના કારણે ખેડૂતો અને વેપારીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો હતો. 

અમદાવાદ કોર્પોરેશનનો નિર્ણય, 100 કરોડના ખર્ચે જગન્નાથ મંદિરનો વિકાસ કરાશે  


જામનગર જિલ્લાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ હાપા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે આજે લાભપાંચમના શુભ મુહૂર્તે ચેરમેન સહિતના સત્તાધીશોની ઉપસ્થિતિમાં શુભ ચોઘડીએ મગફળી અને કપાસ સહિતની વિવિધ જણસીઓની હરાજી શરૂ કરવામાં આવી હતી.  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મણના રૂપિયા 1018 ચુકવવામાં આવે છે. ત્યારે આજે હાપા યાર્ડની ઓપન હરાજીમાં ખેડૂતોને મગફળીના રૂપિયા 900 થી માંડીને રુપિયા 1225 સુધીનો ભાવ મળતાં ખેડૂતોએ પોતાની મગફળી હાપા માર્કેટ યાર્ડની જાહેર હરાજીમાં વહેચી હતી. બીજી તરફ રાજય સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદીમાં નિરસ વાતાવરણ જોવા મળ્યું હતું. 


જુઓ Live TV:-