રાજુ રુપરેલિયા/દ્વારકા: અખાત્રીજના શુભ અવસરે દ્વારકાના રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 251માં આદેશ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા માત્ર એક રૂપિયાના ટોકન પર લગ્નો કરાવવામાં આવે છે. અને ભેટ સ્વરૂપે કન્યાને લગ્નની તમામ ચીજો કરિયાવર રૂપે આપવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ શ્રી જલારામ મંદિર દ્વારકા દ્વારા હર હંમેશ થતી સમાજ ઉપયોગી રચનાત્મક પ્રવૃત્તિઓના ભાગરૂપે અખાત્રીજના રોજ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાજ દ્વારા લગ્ન કરાવવામાં આવે છે. અને આ લગ્નની નામ માતૃ શ્રી વિરબાઇમા આદર્શ લગ્ન આપવામાં આવ્યું છે. જેમાં સમાજના મધ્યમ તથા નબળા વર્ગના પરિવારો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે. જેમાં માત્ર એક રૂપિયાના ટોકન ફી સાથે ધામધૂમ પૂર્વક લગ્ન વિધિ કરવામાં આવે છે.


ઇન્ડીયન એરફોર્સના પૂર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીકે પહેર્યો કોંગ્રેસનો ખેસ


આજે અખાત્રીજના દિવસે ત્રણ દીકરીઓનાં લગ્નોત્સવ ઉજવવાનું સંસ્થા દ્વારા નક્કી કરાયું છે. ત્યારે આ લગ્નોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળના સભ્યો તથા સ્ટાફ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. આ સોશ્યલ ગૃપના આદર્શ લગ્નોત્સવથી દરેક સમાજે બોધ લેવા જેવો છે. રઘુવંશી સમાજ દ્વારા આ માતૃશ્રી વીરબાઈમાં ના આદર્શ લગ્નનું આયોજન સમગ્ર સમાજમાં વખાણઇ રહ્યું છે.


હેપ્પી બર્થ ડે ભાવનગર, વર્ષો બાદ તારીખ વાર અને તીથીનો બન્યો અનોખો સંગમ



આ ગ્રુપ દ્વારા માટે 1 રૂપિયાના ટોકન ચાર્જથી ધામધૂમ પૂર્વક દીકરીની મરજી પ્રમાણેની તારીખે લગ્ન કરાવી દેવામાં આવે છે. અને તેમને લગ્ન જીવનની તમામ ઘરવખરી કરિયાવર તરીકે ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. સાથે જાન માનને મીઠાઈ સાથે ભોજન સમારંભ પણ કરી આપવા આવે છે. આ ગ્રુપ દ્વારા ભૂતકાળમાં પણ ૨૫૦ જેટલા આદર્શ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. અને હજુ પણ તેઓ જહેમત ઉઠાવી રહ્યા છે.