• ગુજરાતનું આ નાનકડુ શહેર કેવડિયા પણ યુરોપ જેવું દેખાશે. યુરોપની તર્જ પર કેવડિયાનું ડેવલપમેન્ટ થશે

  • કેવડિયા દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હીકલ શહેર બનશે, જ્યાં પ્રવાસીઓને અવરજવર માટે માત્ર ઈલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરાશે


ઝી મીડિયા/બ્યૂરો :કેવડિયા ખાતે આકાર પામેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) નો ડ્રીમ પ્રોજેક્ટ છે. અહી વર્લ્ડ બેસ્ટ સુવિધાઓ ઉભો કરવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે હવે PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયા (kevadia) ને ઇલેક્ટ્રીક વ્હીકલ સિટી તરીકે વિકસીત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે (environment) જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતનું આ નાનકડુ શહેર પણ યુરોપ જેવું દેખાશે. યુરોપની તર્જ પર કેવડિયાનું ડેવલપમેન્ટ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવડિયામાં હવે માત્ર ઈલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી (statue of unity) ની આસપાસના વિસ્તારને ‘નો પોલ્યુશન ઝોન’ જાહેર કર્યો છે. આ સાથે જ કેવડિયા દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હીકલ શહેર બનશે, જ્યાં પ્રવાસીઓને અવરજવર માટે માત્ર ઈલેક્ટ્રિક વાહનો (e vechicle) નો જ ઉપયોગ કરાશે. અહી માત્ર ઈલેક્ટ્રિક બસ, કાર કે રિક્ષાનો જ ઉપયોગ કરાશે. યુરોપિયન દેશોમાં આવતા પ્રવાસીઓ ઈ-વાહનો પસંદ કરે છે, તેથી સરકારે પણ કેવડિયામાં યુરોપના પ્રવાસનની જેમ વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે.


આ પણ વાંચો : પેટની ચિંતા મજૂરોને પાછી ગુજરાત લઈ આવી, બિહાર-ઝારખંડથી આવતી ટ્રેનોમાં ભીડ વધી


પ્રવાસીઓની સલામતી 
સરકારની આ જાહેરાતથી પ્રદૂષણ ઓછું થશે. સાથે જ કેવડિયા સફારી પાર્કની જીવસૃષ્ટિ પણ સુરક્ષિત રહેશે. કેવડિયામાં હવેથી ઈલેક્ટ્રિક વાહનો જ દોડશે. કેવડિયામાં ઈ-બસો દોડશે. તો સાથે જ ટૂંક સમયમાં અન્ય ઈ-વ્હીકલ પણ આવી જશે. કેવડિયાથી ગુજરાતના પ્રવાસને ગતિ પકડી છે. ત્યારે સરકારનું આ પગલુ પ્રવાસીઓને વધુ આકર્ષિત કરશે. 


આ પણ વાંચો : એક આઈડિયાને કારણે બનાસકાંઠાના ખેડૂતનું નસીબ ચમક્યું, હવે કરે છે લાખોમાં કમાણી


કેવડિયામાં પર્યાવરણનું ખાસ ફોકસ 
વર્ચ્યુઅલ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું તમને ભવિષ્યની એક યોજના વિશે જણાવવા માંગુ છું. ગુજરાતના સુંદર શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફક્ત બેટરી આધારિત વાહનોને જ પ્રાથમિકતા અપાશે. નર્મદા જિલ્લામાં 42 ટકા વન વિસ્તાર છે. અહીંનું વાતાવરણ શુદ્ધ અને ખુશનુમા રહે તે માટે કેન્દ્ર સરકારે અહીં મોટા ઉદ્યોગો નહીં સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારે હવે કેવડિયાને નો પોલ્યુશન ઝોન જાહેર કરીને કેવડિયાના વાગડિયાથી પ્રદૂષણ ફેંકતા વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે.