અમદાવાદ : કોરોનાનુ સંક્રમણ વધતા અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપુર્ણ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધી લોકોનાં ટોળેટોળા ઘરની બહાર અને રોડ પર માસ્ક વગર ફરતા દેખાયા હતા. જ્યારે બાળકો રોડ પર ક્રિકેટ રમતા દેખાઇ રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા તરફ જતા રોડ પર લોકો ઘરની બહાર ટોળે વળી રહ્યા છે. માસ્ક વગર રોડ પર ફરી રહ્યા છે. ગાયકવાડ હવેલી પોલીસનો પોઇન્ટ મુકવામાં આવ્યો છે. પરંતુ પોલીસ દ્વારા ત્યાં કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ માત્ર રોડ પર બેસી રહી છે રોડ પર છોકરાઓ પણ ક્રિકેટ રમી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે શહેર પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. 

આ ઉપરાંત અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં નારા રોડ પર અંદરના વિસ્તારોમાં પણ લોકો બહાર પાડ્યા છે. શહેરના જમાલપુર વિસ્તારમાં લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં કેસો કોરોનાના કેસો આવ્યા હતા. ત્યારે શહેરમાં આજે અમદાવાદમાં ફરી લોકડાઉન થયું છે. જમાલપુર વિ્તારમાં લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube