અજય શીલુ,પોરબંદર: દરિયાઈ સુરક્ષામાં સતત તત્પર રહેનાર ભારતીય નૌ સેનાએ વધુ એક વખત તેની શક્તિનો પરિચય આપ્યો છે. યમનના સોક્ટ્રા આઈલેન્ડમાં ફસાયેલા 38 ભારતીયો કે જે મોટા ભાગના ગુજરાતના સલાયાના રહેવાસી છે અને જહાજોમાં ક્રુમેમ્બર છે. આ તમામ ક્રુ મેમ્બરોને ખતરનાક વાવાઝોડામાંથી સુરક્ષિત રેસ્ક્યુ ઓપરેશન કરી સુનયના શીપ આજે પોરબંદર જેટી ખાતે પહોંચી હતી. હજુ પણ કેટલાક લાપતા ભારતીય ક્રુ મેમ્બરોની શોધખોળ ઈસ્ટ આફ્રિકાના સમુદ્રમાં શરૂ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમાન અને યમનના દરિયાઈ વિસ્તારમાં મેકુનુ નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. આ વાવાઝોમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા. મૂશળાધાર વરસાદ અને ભારે પવનના 
કારણે આ અહી મોટી જાન માલની નુકસાની પહોંચી છે. આ વાવાઝોડમાં 38 ભારતીય કે, જેમાથી મોટાભાગના ગુજરાતના દેવભૂમી દ્વારકા જિલ્લાના સલાયના વતની છે. આ તમામ લોકો જે જુદા-જુદા જહાજોમાં ક્રુ મેમ્બર તરીકે કામ કરતા હોય અને આ વાવાઝોડા દરમિયાન તેઓ અસરગ્રસ્ત દરિયામા હોવાથી તેઓની બોટો ડૂબવાની તેમજ લાપતા બનવાની ઘટના બની હતી તો અમુક ક્રુ મેમ્બરો મૃત્યુ પણ પામ્યા હતા.

આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવી પહોંચશે મેઘ સવારી  


સોક્ટ્રા આઈલેન્ડમાં ભારતીય નૈસેનાએ પાર પાડ્યું ઓપરેશન નિસ્ટાર
આ દરમિયાન ઈન્ડીયન નેવીને 31 મેના રોજ 38 ભારતીયો કે જેઓ સોક્ટ્રા આઈલેન્ડમાં ફસાયા છે તેઓના રેસ્કયુ કરવાનુ જણાવાતા "ઓપરેશન નિસ્ટાર"હેઠળ ભારતીય નૌ સેનાની આઈએનએસ સુનયના શીપે દરિયાઈ તોફાન વચ્ચે 3જી જુનના રોજ ફસાયેલ તમામ ભારતીયોનુ રેસ્ક્યુ ઓપરેશન કરીને તેઓને આઈએનએસ સુનયના શીપ વડે પોરબંદર લાવવા રવાના થયા હતા. આજે સવારે આ તમામ ક્રુ મેમ્બરોને પોરબંદર જેટી પર લાવવામાં આવ્યા હતા, જ્યાં પોર્ટ પર તમામ લોકોનુ કસ્ટમ અને મેડીકલ ચેકીંગ કર્યા બાદ તેઓની કસ્ટડી પોરબંદર પોલીસને સોપવમાં આવી હતી અને ત્યારબાદ આજ રાત્રીના તમામ લોકોને પોતાના વતન મોકલવામાં આવશે.

રાજ્ય સરકારનો શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય, નવરાત્રિમાં મળશે ૭ દિવસનું વેકેશન  


ઉંચા મોઝા ઉછળતા રેસ્ક્યુ કરવું ખૂબ જ મુશ્કેલ હતું
આ ગુજરાત અને દમણ દિવ એરીયાના નેવલ કમાન્ડીગ ફ્લેગ ઓફિસર તેમજ જે આઈએનએસ સુનયના શીપ વડે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યુ છે તે શીપના કમાન્ડીંગ ઓફિસરે પત્રકારો સાથે વાતચીત કરતા આ ઓપરેશન અંગે પોતાની પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે એડનની ખાડીમા તૈનાત આઈએનએસ સુનયના શીપને લઈને ઈન્ડીયન નેવીના અધિકારીઓ અને જવાનો જ્યારે યમનના સોક્ટ્રા આઈલેન્ડ નજીક પહોંચ્યા ત્યારે ભારે પવન અને ઉંચા મોઝા ઉછળતા હોવાથી રેસ્ક્યુ કરવું ખૂબ જ મુશ્કેલ હતું.


ક્રુમેમ્બરોએ જણાવી આપવીતી
આ રેસ્ક્યુ વડે જેમના જીવ બચ્યા છે તે લોકોએ ભારતીય નેવીનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ આજે જીવિત અહી પહોંચ્યા હોય તો તે ભારતીય નેવીના જ કારણે શક્યું બન્યું છે. પોતાની આપવીતી જણાવતા આ ક્રુમેમ્બરોએ કહ્યું હતું કે, અમો સ્કોટ્રા પોર્ટ જઈ રહ્યા હતા ત્યારે 23 તારીખના રોજ દરિયામા ખુબજ તોફાન સર્જાતા તેઓ બોટને જેમ તેમ કરીને કિનારે પહોંચ્યા હતા. જો કે,આ તોફાનમાં ઘણી બોટો લાપતા ગઈ છે અને ઘણા લોકો હજુ ગુમ છે બે લોકોને તો અમોએ ત્યાં દફન કર્યા છે. જેમાથી એક તો અમારી બોટનો માણસ હતો".3 દિવસ તથા 3 રાત સુધી ભૂખ્યા-તરસ્યા સમુદ્રમાં પડ્યા રહ્યા હતા ત્યારે અમારી વેદના સાંભળનારું સમુદ્રમાં કોઈ હતું જ નહીં તેવું એક ખલાસીએ જણાવ્યું હતું.


આ વાવાઝોડના કારણે તમામ 38 લોકોએ ત્યાંની કોઈ મસ્જીદમાં જેમતેમ રહીને 10-12 દિવસ આ રીતે પસાર કર્યા હતા ત્યારબાદ તેઓની વારે આવેલી ભારતીય નેવીએ પ્રથમ આ આઈલેન્ડ પર કમાન્ડો મોકલીને ત્યા રહેલા તમામ લોકોની ખરાઈ કરી હતી. ત્યારબાદ નાની બોટો વડેથી તમામ લોકોને સુનયના શીપમાં લાવવમાં આવ્યા હતા. કારણ કે, ભારે પવન અને મોટી શીપ સ્કોટ્રા આઈલેન્ડમા પાર્ક થઈ શકે તેમ ન હોવાથી આ તમામ ક્રુ મેમ્બરોને બે ત્રણ રાઉન્ડમાં જ્યાં સુનયના શીપ હતી ત્યા લાવવમાં આવ્યા હતા. ત્યારબાદ તમામ લોકોનું મેડીકલ સહિત કામગીરી કર્યા બાદ તેઓ પોરબંદર આવવા રવાના થયા હતા.


મેકુનુ વાવાઝોડાના કારણે જે રીતે દરિયામા ભારે પવન અને ઉચા મોઝા ઉછળતા હતા તેને જોઈને જે ક્રુ મેમ્બરોનુ રેસ્ક્યુ કરાયુ છે જેઓ દરરોજ દરિયાને ખુંદતા આવ્યા છે તેઓ પણ ડરી ગયા હતા. ત્યારે આવી ભયાનક પરિસ્થિતિ વચ્ચે જે રીતે ભારતની આન બાન શાન ઈન્ડીયન નેવીએ જે રીતે આવા તોફાની દરિયાને ચીરીને પણ જે રીતે બહાદુરી પૂર્વક આ ઓપરેશનને પાર પાડીને તમામ લોકોનો જે રીતે સુરક્ષીત બચાવ કર્યો છે તેને જોતા આપણી ભારતીય નેવીને ખરેખર બીરદાવવી જ રહી.