રાજસ્થાનથી સુરતમાં ઘુસાડવામાં આવી રહ્યું હતું અફીણ, એસઓજીએ એક શખ્સની કરી ધરપકડ
સુરત શહેરમાં રાજસ્થાન રાજયમાંથી નાર્કોટીક્સ ડ્રગ્સ સપ્લાય કરતા ડ્રગ્સ માફીયાઓ ઉપર સકંજો કશી રાજસ્થાન રાજયથી ચાલતા આ ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવામાં સફળતા મળેલ હતી. ત્યારબાદ પણ રાજસ્થાન રાજયથી ચાલતા આ અફીણના નેટવર્ક ઉપર વોચ રાખવામાં આવી રહેલ હતી
ચેતન પટેલ, સુરત: રાજસ્થાનથી અફીણનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા એક રાજસ્થાની ઈસમને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે 14.77 લાખની કિંમતનો 4 કિલો 700 ગ્રામનો અફીણનો જથ્થો કબજે કર્યો હતો. આ અફીણ તે આસપાસના વિસ્તારોમાં છૂટક વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.
સુરત પોલીસ દ્વારા શરૂ કરેલ “NO DRUGS IN SURAT CITY” ના અભિયાન અંતર્ગત સુરત શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃતી અટકાવવા કડક હાથે ઝુબેશ શરૂ કરવામાં આવી હતી.
રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી
જે અંતર્ગત સુરત શહેરમાં રાજસ્થાન રાજયમાંથી નાર્કોટીક્સ ડ્રગ્સ સપ્લાય કરતા ડ્રગ્સ માફીયાઓ ઉપર સકંજો કશી રાજસ્થાન રાજયથી ચાલતા આ ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવામાં સફળતા મળેલ હતી. ત્યારબાદ પણ રાજસ્થાન રાજયથી ચાલતા આ અફીણના નેટવર્ક ઉપર વોચ રાખવામાં આવી રહેલ હતી તે દરમ્યાન અમુક ઈસમો દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરી સુરત શહેરમાં ઘુસાડતા હોવાની હકીકત એસઓજી ને મળી હતી. જે બાતમીના આધારે એસ.ઓ.જી.ના માણસોની અલગ અલગ ટીમ બનાવી ઈસમો ઉપર વોચ રાખવામાં આવી રહેલ હતી.
દરમિયાન સુરતમાં રહેતો એક રાજસ્થાની ઈસમ રાજસ્થાન ખાતેથી અફીણનો જથ્થો મેળવી ટુ-વ્હીલર ગાડી ઉપર હેરાફેરી કરી સુરતમાં ઘુસાડવાનો હોવાની બાતમી હકીકત મળેલ હતી. જે બાતમીને ટેકનીકલ ઇનપુટ અને હ્યુમન સોર્સિસ મારફતે ખરાઈ કરી સરથાણા લસકાણા ગામના ગેટની સામે જાહેર રોડ ઉપર વોચ ગોઠવી આરોપી પુનમારામ વરીંગારામ વિસ્નોઈને પકડી પાડી તેની પાસેથી રૂ 14.32 લાખની કિંમતનો 4 કિલો 700 ગ્રામ પ્રતિબંધિત અફીણનો જથ્થો, રોકડા રૂ.૨,૮૫૦/-,મોબાઈલ ફોન નંગ-૦૨ , ટુ-વ્હીલર ગાડી મળી કુલ કિં.રૂ.૧૪,૬૧,૬૫૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી અફીણનો જથ્થો આપનાર રાજસ્થાન જોધપુરના ઈસમને વોન્ટેડ જાહેર કરેલ છે.
સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા
પકડાયેલ આરોપીની રાજસ્થાનથી ચાલતી નાર્કોટીક્સની પ્રવૃતી બાબતે ઉંડાણપૂર્વકની પુછપરછ કરતા આરોપીએ જણાવેલ છે કે, પોતે રાજસ્થાન રાજયનો વતની હોય અને ત્યાં અફીણ આસાનીથી મળી જતુ હતું. સુરત ખાતે ઘણા રાજસ્થાની લોકો રહેતા હોય જેથી તેને અફીણ વેચાણથી આપતો હતો.પરંતુ સુરત શહેરમાં અફીણનો જથ્થો આસાનીથી ઘુસાડવો મુશ્કેલ હોય જેથી કોઈને શંકા ન જાય તે માટે સુરતથી મોટર સાયકલ ઉપર રાજસ્થાન જઈ ત્યાંથી અફીણનો વિપુલ પ્રમાણમાં જથ્થો ખરીદી કરી લાવી બેગમાં સંતાડી મોટર સાયકલ ઉપર સુરત પહોંચ્યો હતો.હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube