મૌલિક ધામેચા / અમદાવાદ : શ્રાવણ માસ નિમિતે અમદાવાદી યુવાન અનોખી સેવા આપી રહ્યો છે. સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી કીટ આપવાનું સરાહનીય કાર્ય આજથી નરોડા અર્બન હેલ્થ સેન્ટરથી શરૂ કરવામાં આવ્યુ છે. સગર્ભા મહિલાઓ  સમયાંતરે ચેકઅપ માટે અબર્ન હેલ્થ સેન્ટર પર આવતી હોય છે. ત્યારે આવી મહિલાઓ અંગેની વિગત પ્રવિણસિંહ પરમારે એકઠી કરી અને બાદમાં શ્રાવણ માસની શરૂઆતમાં આવી જરૂરિયાત મંદ મહિલાઓને બોલાવી આહાર કીટ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Obesity: એક દિવસમાં કરાઇ 30 બેરિયાટ્રિક સર્જરી, 50 ટકા મેદસ્વિ લોકોને કોરોના ભરખી ગયો


કોરોનાકાળમાં પોતાની બંન્ને કારને એમ્બ્યુલન્સ અને અંતિમયાત્રા વાનમાં ફેરવીને અનોખું ઉદાહરણ બેસાડનાર પ્રવિણસિંહ પરમાર ઉર્ફે બોડા દરબારે સેવાકીય પ્રવૃત્તિમાં વધારે એક કદમ ભર્યુંછે. શ્રાવણ મહિનો હોવાથી તેમણે ગર્ભવતી મહિલાઓને આહાર કિટ આપવાનો નિર્ધાર કર્યો હતો. ત્યારે શક્તિ ગ્રુપને આ કાર્ય કરવા પ્રેરણા ક્યાથી મળી તે અંગે પૂછતાં પ્રવીણ સિંહ પરમારે કહ્યું કે, અમારી ઓફિસ પાસેથી એક મહિલા ચાલી નોહતી શકતા વિરામ કરવા બેઠા હતા.


સંબંઘ બાંધવાની ના પાડતા યુવક મિત્ર સાથે મળીને કિશોરીના કપડા કાઢવા લાગ્યો અને...


તેમને પુછતા તેમણે પાણી માંગ્યું અને ઘરે મુકી જવા જણાવ્યું હતું. જેથી અમે તેમને ઘરે મુકી જવા માટેનું આશ્વાસન આપ્યું હતું. જો કે તેમને ઘરે મુકવા ગયા ત્યારે તેમના ઘરને જોતા મહિલા ખુબ જ દારૂણ ગરીબ પરિસ્થિતિમાં રહેતી હોય તેવું લાગ્યું હતું. જેને પગલે અમે પ્રાથમીક તબક્કે આર્થિક  સહાય કરી. બાદમાં શક્તિ ગ્રુપે આવી સગર્ભા અનેં જરૂરિયાતમંદ મહિલાઓની સેવા કરવાની તૈરાયી કરી હતી. 250થી વધુ મહિલાઓને સિંગ, ચણા , મગ, ખજૂર, ગોળ અને બિસ્કિટ સહિતની સામગ્રીઓનું અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નરોડા અર્બન હેલ્થ સેન્ટરના ડોકટર ,સ્થાનિક કોર્પોરેટરો પણ હાજરી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube