સોમવારે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન, રાજ્યભરમાં પોલીસ સ્ટેન્ડ ટુ, રાજકોટમાં ખાનગી શાળાઓમાં રજા
સોમવારના ભારત બંધ દરમિયાન કોઈ હિંસા નહીં થાય તેવો કોંગ્રેસે દાવો કર્યો છે. સાથે જ કોંગ્રેસને 21 પાર્ટીઓનું સમર્થન હોવાનો પણ દાવો કરાયો છે.
અમદાવાદઃ દેશમાં વધી રહેલી મોંઘવારીના પગલે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપવામા આવ્યું છે. જેથી આ મુદ્દાને લઈ કોંગ્રેસ સરકાર સાથે લડી લેવાના મુડમાં છે. તેથી કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. તો બીજીતરફ ગુજરાતમાં પણ બંધને લઈને સમાચાર આવી રહ્યાં છે. ઘણી જગ્યાએ કોંગ્રેસના બંધને સમર્થનની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં પણ ખાનગી શાળાઓએ રજા જાહેર કરી છે. અરવલ્લીમાં કેટલિક એસટી બસના રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધને લઈને પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા સોમવારે અપાયેલા બંધને લઈને રાજકોટની 400 ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના હીત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજીતરફ કલેકટર રાહુલ ગુપ્તા કહ્યું કે, કાલે તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડનિગમની કચેરીઓ રાબેતા મુજબ ચાલું રહેશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શહેર પોલીસ કમિશનર સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો હાથમાં લેશે તેમની સામે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.
અરવલ્લીમાં બંધને કારણે કોઈ નુકસાન ન પહોંચે તે માટે કેટલિક બસના રૂટ બંધ કરાયા છે. બાયડ-ધનસુરાના 16 જેટલી બસના રૂટ બંધ કરાયા છે. તો કેટલાક વિસ્તારમાંથી બસોને પરત ડેપોમાં લાવવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને પગલે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. અમદાવાદના તમામ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સ્ટેન્ડ ટુ રહેશે. SOG, ક્રામઈબ્રાંચ, મહિલા ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ સ્ટેન્ડ ટુ રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં આવેલા સંવેદન વિસ્તારો પર પોલીસની બાઝ નજર રહેશે
વધતા જતા પેટ્રોલ અને ડિઝલના ભાવના વિરોધમાં કોંગ્રેસે સોમવારે અપેલા બંધનું સુરત રીક્ષા ફેડરેશન દ્વારા સમર્થ આપવામાં આવ્યું છે. સુરતમા સોમવારે રીક્ષા દોડશે નહીં આ ઉપરાંત આ આંદોલના જોડાવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ DEO દ્વારા જણાવવામાં આવ્યું છે કે શૈક્ષણિક કાર્ય યથાવત રાખવામાં આવશે.