અતુલ તિવારી/અમદાવાદ :અટલ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા યશવંત સિન્હા કે જેઓને વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ આજે ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈ ગાંધીનગરમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ છે. UPA ના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંત સિંહાની હાજરીમાં બેઠક મળશે. ગાંધીનગર ખાતે વિધાનસભા સંકુલમા બેઠકનુ આયોજન કરાયું છે. આ બેઠક બાદ યશવંત સિંહા મીડિયા સાથે વાતચીત કરશે. આ બેઠક માટે યશવંત સિન્હા વિધાનસભા પહોંચી ચૂક્યા છે. 


ભાજપનું ગોત્ર ધરાવતા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને તાજેતરમા દિલ્હીમાં વિપક્ષી દળોની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક બાદ વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિન્હાના નામની જાહેરાત કરી હતી. યશવંત સિન્હા બે વાર કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. પહેલીવાર તે 1990 માં ચંદ્રશેખરની સરકારમાં અને પછી અટલ બિહારી વાજપાયી નીત સરકારમાં નાણા મંત્રી હતા. તે વાજપાઇ સરકારમાં વિદેશમંત્રી પણ રહ્યા છે. લગભગ બેથી અઢી દાયકા સુધી ભાજપમાં સક્રિય રહીને દેશના રાજાકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર યશવંત સિન્હાએ આઇએએસની નોકરી છોડી રાજકારણમાં પગલાં માંડ્યા હતા. 1937 માં એક કાયસ્થ પરિવારમાં જન્મેલા યશવંત સિન્હા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇની સરકારમાં નાણા અને વિદેશ મંત્રી જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળી ચૂક્યા છે. 1990-91 માં તે ચંદ્રશેખર સરકારમાં નાણામંત્રી રહ્યા. પછી તે ભાજપમાં સામેલ થયા બાદ તેમને પાર્ટીના પ્રવક્તા બનાવવામાં આવ્યા. તો બીજી તરફ અટલ બિહારી વાજયેપીના નેતૃત્વમાં એનડીએની સરકાર બન્યા બાદ તે નાણામંત્રી અને વિદેશમંત્રી રહ્યા. આ દરમિયાન યશવંત સિન્હાએ હજારીબાગ સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું. પછી તેમણે ભજપમાંથી રાજીનામું આપી દીધું અને અલગ મોરચો બનાવીને ભાજપના વિરોધમાં રાજકીય એકજૂટતા બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વર્ષ 2021 માં તે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા. હાલ રાજ્યસભાના સાંસદ છે. 


ઉલ્લેખનીય છે કે, દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે. દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન થશે. 21 જુલાઈએ પરિણામ જાહેર થશે.