રવિ અગ્રવાલ/ વડોદરા: ભાજપના વિવાદીત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મામલે જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લા પોલીસ વડાને તપાસના આદેશ આપ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ ડભોઈ ડિવીઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકીને તપાસ સોપી છે. ગ્રામ્ય પોલીસે એક પત્રકાર પરિષદ યોજી જેમાં ડીવાયએસપીએ મધુ શ્રીવાસ્તવ સામે તપાસ ચાલુ છે તેવું એક લિટીમાં જવાબ આપી પ્રેસ કોન્ફરન્સ પુરી કરી નાખી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીલ્લા પોલીસ જાણે મધુ શ્રીવાસ્તવને બચાવવાના પ્રયાસ કરતી હોય તેમ કલેકટરના આદેશ બાદ પણ હજી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. પોલીસ પર જાણે સરકારનું દબાણ હોય તેમ સમય પસાર કરી તપાસ પર ઠંડુ પાણી રેડી દેવાનું મન બનાવતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.


ગુજરાતમાં વધ્યો ગરમીનો પ્રકોપ, અમદાવાદ 43 ડિગ્રી સાથે હોટેસ્ટસીટી



મહત્વની વાત છે કે, જિલ્લા ચૂંટણી અધિકારીએ ડીએસપીને બે દિવસ પહેલા જ તપાસ કરવા આદેશ કર્યો હતો તેમ છતાં હજી સુધી પોલીસે મધુ શ્રીવાસ્તવને પૂછપરછ માટે બોલાવ્યા પણ નથી. ત્યારે શું પોલીસ નિષ્પક્ષ તપાસ કરી મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી કરશે કે, પછી રાજકીય દબાણને વશ થઈ સમગ્ર કેસની ફાઈલ બંધ કરી દે છે તે જોવુ રહ્યું ?