ગાંધીનગર : રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ અટકાવવા માટે ગાંધીનગર કલેક્ટર દ્વારા શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ રહેશે. કલેક્ટર દ્વારા શહેરમાં પાનના ગલ્લા અને ચાની કિટલીઓને બંધ કરાવી હતી. કલેક્ટરના આદેશ બાદ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે. જો હવે કોઇ પાનના ગલ્લાઓ ખુલ્લા રહેશે તો કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: સોલા સિવિલમાં મોડી રાત્રે ત્રણ વ્યક્તિઓએ હોસ્પિટલ માથે લીધી


અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કેસ ખૂબ જ વધતા આકરા પગલાં લેવા જરૂરી બન્યા છે. જો કોઇ નિયમનું ઉલ્લંઘન કરશે તો સિલિંગ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શાકભાજી માર્કેટમાં પણ તપાસ માટે ટીમો કામગીરી કરશે. માસ્ક અને નિયમ મામલે 200 ટીમો શહેરમાં કામ કરી રહી છે. અગાઉ અમદાવાદમાં પણ આ પ્રકારનાં આદેશ તંત્ર દ્વારા અપાઇ ચુક્યા છે. 


ગોવા રબારી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક? 5 હથિયાર અને 52 કારતુસ મળી આવતા ચકચાર


જો કે આ પહેલા ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત લોકડાઉનમાં પાન મસાલાની કિંમતો આસમાને પહોંચી હતી. જે વસ્તુ સામાન્ય રીતે 5 રૂપિયામાં મળતી હોય છે તે 50-50 રૂપિયામાં મળી રહી હતી. કેટલાક ડુપ્લીકેટ માલના કારણે પણ સ્થિતી વિપરિત બની હતી. લોકોનાં સ્વાસ્થય સાથે ચેડા થયા હતા. જેના કારણે હવે આ નિર્ણયથી પાન મસાલાના વ્યવસનીઓમાં ભાગદોડ મચી ગઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube