કચ્છમાંથી હિજરત કરીને આવતા માલધારીઓ માટે વ્યવસ્થા કરવા કલેક્ટરોને આદેશ
કચ્છ જિલ્લામાં દુષ્કાળની વસમી પરિસ્થિતિને પગલે માલધારીઓ મોટા પ્રમાણમાં હિજરત કરી રહ્યા છે. પાણી અને ઘાસચારાના અભાવે માલધારીઓ પશુઓ અને માલસામાન સાથે અન્ય જિલ્લામાં આશરો મેળવવા માટે હિજરત કરી રહ્યા છે.
હિતલ પારેખ/ ગાંધીનગર: કચ્છ જિલ્લામાં દુષ્કાળની વસમી પરિસ્થિતિને પગલે માલધારીઓ મોટા પ્રમાણમાં હિજરત કરી રહ્યા છે. પાણી અને ઘાસચારાના અભાવે માલધારીઓ પશુઓ અને માલસામાન સાથે અન્ય જિલ્લામાં આશરો મેળવવા માટે હિજરત કરી રહ્યા છે.
મહેસૂલ વિભાગને કલેક્ટરો દ્વારા સોંપાયેલા રીપોર્ટ પ્રમાણે કચ્છમાંથી 14,812 જેટલા પશુઓ સાથે માલધારીઓએ હિજરત કરીને અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આશરો મેળવ્યો છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર કલેક્ટરને આવા પશુઓને સ્થાનિક કેટલકેમ્પમાં દાખલ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે કરી આગાહી
એક માલધારી દીઠ વધુમાં વધુ 40 પશુઓની મર્યાદામાં ઢોરવાડામાં દાખલ કરી શકાશે. હાલમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાથી રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પંચની મંજૂરી લીધા બાદ આ સૂચના જારી કરી છે. માટે કલેક્ટરને જાણકારી આપીને સરકારે હિજરત કરી રહેલા માલધારીઓ માટે અલગ કરી છે.