ઉદય રંજન/અમદાવાદ : તાજેતરમાં આઇપીએસ અધિકારી સંજય ખરાટ, વિપુલ અગ્રવાલ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા. ત્યારે હવે રાજકીય નેતા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. કોંગ્રેસ ના ધારાસભ્ય નામનું કોઈ સાયબર ક્રાઇમ કરતી ટોળકીએ બનાવટી આઈડી બનાવી લોકો પાસે પૈસા માંગયા છે. ધારાસભ્યએ સાયબર ક્રાઇમમાં અરજી કરી. જો કે પોલીસ કેટલી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : લક્ઝુરિયસ કારે બે યુવકોને 100 ફૂટ ફંગોળ્યા, જોતજોતામાં યુવકોના પ્રાણપખેરુ ઉડી ગયા


સાયબર ક્રાઇમ દિવસેને દિવસે વધી રહ્યો છે. એક સમયે જે રીતે ગુનેગારો ઝડપાતા હતા તે રેશિયો હવે નીચો જઇ રહ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. ત્યારે આઇપીએસ અધિકારીઓ બાદ એક ધારાસભ્ય સાયબર ક્રાઇમનો ભોગ બનતા મામલો ચર્ચાએ ચઢ્યો છે. જમાલપુર ખાડીયા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તેમના ફેસબુક એકાઉન્ટ પર એક લિંક શેર કરી લોકોને ચેતવ્યા છે. જેમાં જણાવ્યું છે કે તેમના નામથી  ફેક  ફેસબુક ID કોઈ અસમાજીક તત્વ દ્વારા બનાવાઈ છે અને તે લોકો પાસે તેમના નામે પૈસા માંગે છે.


ભાજપે પેટાચૂંટણીમાં 7 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યાં, જુઓ કોને મળી ટિકિટ


આ બાબતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે તેમને કોઈના થકી આ બાબતે જાણવા મળતા તેમને આ પોસ્ટ મૂકી લોકોને ચેતવ્યા હતા. રવિવારે તેઓએ આ મામલે સાયબર ક્રાઇમમાં અરજી પણ કરી. જોકે આઇપીએસ અધિકારી બાદમાં હવે ધારાસભ્ય સાયબર ક્રાઇમનો ટાર્ગેટ બનતા જ આ કરતૂત કરનાર ચોક્કસ ગેંગ એક્ટિવ થઈ જ હોવાનું પોલીસ માની રહી છે. અગાઉ આઇપીએસ અધિકારીઓ જ્યારે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા ત્યારે તે કેસમાં હજુ આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભોગ બનતા પોલીસ તે બાબતે શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યુ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube